મુલુંડના સિનિયર સિટીઝન સાથે વધારે નફો મેળવવાની લાલચમાં 10 લાખની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મુલુંડ (વે)માં ચેકનાકા વિસ્તારમાં રહેતા પ્રકાશ ચંદે – (૬૨)એ રોજના ૧૦ હજાર – રૂપિયાના રોકાણ પર ૧ હજાર – રૂપિયાનો નફો કમાવવાની – લાલચમાં સાયબર ફ્રોડમાં । રૂા.૧૦.૫૦ લાખ ગુમાવ્યા . હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ -વિભાગમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરના પદેથી નિવૃત્ત થયેલા ચંદેને ૧૧ એપ્રિલના વોટ્સએપ પર સુરક્ષા નામની મહિલાનો ફોન આવ્યો, જેવો ફાયનાન્સિયલ સર્વિસ ગ્રુપના શંકર રામરખીયાની આસિસ્ટન્ટ બોલતી હોવાનું જણાવીને ચંદેને રોજના રૂા. ૧૦ હજારના રોકાણ પર રૂા. ૧૦૦૦નો નફો કમાવવાની આકર્ષક ઓફર આપી હતી. ત્યારબાદ સુરક્ષાએ ચંદેને એક લિંક પાઠવી જેને ક્લિક કરતા ચંદેને એક ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા તેમાં આધારકાર્ડની માહિતી ભર્યા બાદ સુરક્ષાએ તેમને એક કસ્ટમર કેરનો મોબાઈલ નંબર આપીને આગળની માહિતી તે નંબર પર લેવા જણાવ્યું.

ચંદેએ કસ્ટમર કેર પર સંપર્ક કરતાં તેમને સ્ટોક માર્કેટમાં શેર અને નવા આવવાવાળા આઈ.પી.ઓ.માં રોકાણ કરવા માટે અમુક રકમ સાયબર ગઠિયાએ આપેલા બેંક ખાતામાં જમા કરવાનું જણાવવામાં આ વ્યું હતું અને ચંદેએ થોડા દિવસમાં રૂા.૧૦.૫૦ લાખનું રોકાણ કરતા તેમને ઓનલાઈન ખાતામાં રૂા.૪૬,૯૨,૭૯૮ જમા થયેલા દેખાયા હતા અને આ રકમ ઉપાડવા માટે ચંદેએ કસ્ટમર કેર નંબર પર ફોન કરતાં સામેવાળી વ્યક્તિએ રકમ ઉપાડવા માટે પ્રથમ નફાની રકમના ૧૫ ટકા એટલે કે રૂા.૭,૦૩,૯૧૯ પહેલા ભરવા જણાવ્યું. ચંદેએ તેને તે રકમ તેમના નફાની રકમમાંથી કાપીને આપવાની વિનંતી કરતા તેણે ના પાડી, જેને પગલે ચંદેને પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાની ખાતરી થતાં તેમણે ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
