ડોમ્બિવલીમાં ભૂમાફિયાઓએ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વારસદારોના નામે જમીનનો એક પ્લોટ હડપ કરી લીધો અને તે જગ્યાએ આઠ માળની ઊંચી ઈમારત ઊભી કરી દીધી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આક્રોશ ફાટી નીકળ્યો હતો, જે પછી ડોંબિવલી નગરપાલિકાએ હવે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ડોમ્બિવલી નજીક દાવડીમાં વેંકટેશ પેટ્રોલપંપની પાછળ સેન્ટ જોન્સ સ્કૂલની સામેની જમીન પર ભૂમાફિયાઓએ અતિક્રમણ કર્યું છે અને 8 માળની ઇમારત ઊભી કરી દીધી છે. હકીકતમાં આ જમીન ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુત્ર યશવંત ભીમરાવ આંબેડકરના નામે છે. આ જમીનના સાતબારાના માલિકી હક પર બાબાસાહેબના પૌત્રો પ્રકાશ આંબેડકર, આનંદરાજ આંબેડકર, ભીમરાવ આંબેડકર અને રમાતાઈ તેલતુંબડેનાં નામ પણ વારસદાર તરીકે નોંધાયેલા છે, પરંતુ તે છતાં ભૂમાફિયાઓએ આ જમીન પર કબજો જમાવી દીધો.

આનંદરાજ આંબેડકરે જ્યારે જાણ્યું કે તેમની જમીન પર અતિક્રમણ થઈ રહ્યું છે, ત્યારે તેમણે સંબંધિત ભૂમાફિયાઓની પૂછપરછ કરી. તેમણે રિપબ્લિકન આર્મીના પદાધિકારીઓનું ધ્યાન દોર્યું. રિપબ્લિકન આર્મીના આનંદ નવસાગરેએ આ બાબતે મહાપાલિકાને ફરિયાદ કરી અને આ અનધિકૃત બાંધકામ તોડી પાડવાની માગણી કરી. નવસાગરે છેલ્લાં અઢી વર્ષથી આ કેસનો ફોલો-અપ કરી રહ્યા છે. દરમિયાન એક બિલ્ડરને કારણે આ ઇમારતનું કામ અધૂરું રહી ગયું હતું. ત્યાર બાદ ભૂમાફિયાઓએ બીજા ડેવલપરની મદદથી ઇમારતનું આંશિક બાંધકામ પૂર્ણ કર્યું.૨૦૨૩માં મહાપાલિકામાં ફરિયાદ : રસપ્રદ વાત એ છે કે, આ ઇમારતના બેઝમેન્ટ અને એક માળના બાંધકામ પછી 2023માં ડોમ્બિવલી મહાપાલિકામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કલ્યાણ ડોંબિવલીમાં ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો ખૂબ જટિલ બન્યો છે. ભૂમાફિયાઓએ નકલી દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચર્યું છે. આર્કિટેક્ટ સંદીપ પાટીલે 65 ગેરકાયદે બાંધકામો સામે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ કોર્ટે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો. દરમિયાન એવું સામે આવ્યું છે કે ભૂમાફિયાઓએ શહેરમાં અનેક ખાલી જમીન પર કબજો જમાવ્યો છે. આરક્ષિત જમીનો પર ઈમારતો ઊભી કરી દીધી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
