વિલે પાર્લે (પૂર્વ)માં આવેલા શ્રી ૧૦૦૮ દિગંબર જૈન દેરાસર ટ્રસ્ટની ચોમાસામાં કામચલાઉ શેડ બાંધવાની મંજૂરી માગતી અરજી પર કોર્ટે તેમને મુંબઈ મહાનગરપાલિકામાં અરજી કરવાનો બુધવારે નિર્દેશ આપ્યો છે. તેમ જ હાલ દેરાસરનું બાંધકામ જૈસે થે તેવો જ રાખવાના અગાઉના કોર્ટના આદેશ પણ કાયમ રાખ્યો હતો.
વિલે પાર્લેના જૈન દેરાસરમાં ગેરકાયદે બાંધકામ હોવાના દાવા સાથે પાલિકાના કે-પૂર્વ વોર્ડ દ્વારા બાંધકામ તોડી પાડવામાં આવ્યા બાદ તેના પર હાઈ કોર્ટમાં થયેલી સુનાવણી દરમ્યાન બાંધકામ જૈસે થેનો આદેશ કોર્ટે આપ્યો છે. તેથી ચોમાસા દરમ્યાન દેરાસરના બાકી રહેલા બાંધકામને નુકસાન થાય નહીં તે માટે ટ્રસ્ટ દ્વારા આ ભાગને સંરક્ષિત કરી આપવાની માગણી કરી હતી.

તેના પર બુધવારે સીટી સીવિલ કોર્ટમાં થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે કોઈ રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. દેરાસરના બાંધકામને જૈસે થે રાખવાનો આદેશ હાઈ કોર્ટે આપ્યો છે, તે આદેશમાં તેમણે દખલગીરી કરવાનો પણ ઈનકાર કરતા કહ્યું હતું કે હાઈ કોર્ટના સ્ટેને અમે હટાવી શું નહીં પણ ચોમાસા માટે તેઓ શેડ બાંધવાની પોતાની માગણી સંદર્ભમાં પાલિકામાં અરજી કરવાની સૂચના આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
