થાણે-વેસ્ટમાં તલાવપાલી નજીક આવેલું રામ ગણેશ ગડકરી રંગાયતન જૂન મહિનાના પહેલા અઠવાડિયાથી ખુલ્લું મૂકવામાં આવશે એવી માહિતી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા આપવામાં આવી છે. અગાઉ ગડકરી રંગાયતનનું કામ પહેલી મેએ પૂરું થવાનું હતું. ત્યાર બાદ ૧૫ મેની તારીખ આપવામાં આવી હતી, પણ હવે કેટલાંક નાનાં આંતરિક કામ બાકી હોવાથી જૂનના પહેલા અઠવાડિયામાં રંગાયતનનો પડદો ખોલવામાં આવશે એવી માહિતી આપવામાં આવી છે.
ગડકરી રંગાયતનનું ૨૦૦૫માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૮ વર્ષ પછી એનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં બેઠકક્ષમતા ૯૬૦ હશે. હાલમાં કરેલા નૂતનીકરણના કામ બાદ બેઠકની ક્ષમતામાં ૧૨૦ બેઠકનો ઘટાડો થયો છે. આ ઉપરાંત એક કેપ્સ્યુલ લિફ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એનું કામ પણ અંતિમ તબક્કામાં છે. નીચે બે વધુ શૌચાલય ઉમેરવામાં આવ્યાં છે. એ જ સમયે અત્યાધુનિક સ્પીકર્સ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પેઇન્ટિંગની સપાટી પર નવા રંગો લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને એ હવે એના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

ગડકરી રંગાયતનનો પડદો મુખ્ય આકર્ષણ બન્યો છે. એ પણ ૪૭વર્ષ પછી બદલવામાં આવશે. થાણેના નાગરિકો સમક્ષ સ્ક્રીનનું એક નવું સ્વરૂપ રજૂ કરવામાં આવશે. કલાકારો તેમ જ થાણેના રહેવાસીઓ માટે ગડકરી રંગાયતન એક નાટ્યસ્વર્ગ છે. અહીં પ્રોગ્રામ કરવાનું દરેક કલાકારનું સપનું હોય છે.
TMCના ડેપ્યુટી કમિશનર ઉમેશ બિરારીએ કહ્યું હતું કે ‘લગભગ બધાં જ કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયાં છે. કેટલાંક નાનાં કાર્યો બાકી છે. અમે એ કામોને ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કામ ૩૧ મે સુધીમાં પૂરાં થશે અને થિયેટર જૂનના પહેલા અઠવાડિયામાં ખૂલશે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
