ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સંદર્ભે ખોટી માહિતી અને અફવા ફેલાવતી સોશિયલ મીડિયા પરની લગભગ 5 હજાર પોસ્ટ હટાવવામાં આવ્યાની માહિતી મહારાષ્ટ્ર સાઈબર સેલના અધિકારીઓએ આપી હતી. સોશિયલ મીડિયા પર લશ્કરની હિલચાલ, રણનીતિ અને પડોશી દેશની સંભવિત કાર્યવાહી બાબતે અફવા ફેલાવવામાં આવતી હતી. એ ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સાઈબરે ખોટી માહિતી અને અફવા ફેલાવનારાઓને ઈશારો આપ્યો છે. તેમ જ આવી માહિતી પર વિશ્વાસ મૂકવો નહીં એવી હાકલ નાગરિકોને કરવામાં આવી છે.
ઓપરેશન સિંદૂર બાબતે મહારાષ્ટ્ર સાઈબર સેલ તરફથી સોશિયલ મીડિયામાં વાંધાજનક, અફવા અને ખોટી માહિતી ફેલાવતી પોસ્ટ પર નજર રાખવામાં આવે છે. એમાં સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં ખોટી માહિતી ફેલાવવામાં આવે છે એમ નિષ્પન્ન થયું. એ પછી સોશિયલ મીડિયામાંથી લગભગ 5 હજાર પોસ્ટ હટાવવામાં આવી.

આ બાબતે મહારાષ્ટ્ર સાઈબર સેલે આપેલી માહિતી અનુસાર અત્યારે સરહદ પર તંગદિલીની સ્થિતિ, નાગરિકો માટે સરહદી ભાગની ઘટનાઓ વિશે ચોક્કસ અને સમયસર માહિતી ઘણી મહત્વની હોય છે. જો કે મહત્વની માહિતીના પ્રસાર દરમિયાન અનેક છેતરામણી માહિતી વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવે છે.
આ ખોટી માહિતી સાર્વજનિક દ્વિધા વધારે છે અને સમાજમાં ગરબડ નિર્માણ કરવામાં કારણ બને છે. આ છેતરામણી માહિતીનો મોટો ભાગ સેનાની હિલચાલ, રણનીતિવાળા ઓપરેશન અથવા પડોશી દેશની પ્રતિઉત્તરાત્મક કૃતી સાથે સંબંધિત છે. આવી અપ્રમાણિત અને ગેરમાર્ગે દોરતી માહિતીથી રાષ્ટ્રીય સુરક્ષા સમક્ષ ગંભીર જોખમ ઊભું થાય છે અને તંગદિલી વધારવામાં કારણ બને છે.

પહેલગામ હુમલા પછી દેશમાં 10 લાખ કરતા વધુ સાઈબર હુમલા થયા છે. આ બાબતે સતર્ક રહેવાની હાકલ મહારાષ્ટ્ર સાઈબર સેલ તરફથી કરવામાં આવી છે. આ બાબતે વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ત્રાસવાદીઓએ કરેલી ઝુંબેશનો આ એક ભાગ છે. આ ફક્ત સાઈબર હુમલા નથી પણ સંગઠીત સાઈબર યુદ્ધ સમાન સ્થિતિ હોવાનું અધિકારીએ જણાવ્યું છે. આ હુમલા પાકિસ્તાન, મધ્ય-પૂર્વના દેશ, મોરોક્કો અને ઈન્ડોનેશિયાથી થાય છે. આ હુમલામાં સહભાગી અનેક હેકરોએ પોતાને ખાસ નામ આપ્યું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
