થાણેના 60 વર્ષના ઉદ્યોગપતિ સાથે એક શખસે 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. શખસે ઉદ્યોગપતિની કંપની થકી નાણાંકીય વ્યવહારો કરીને ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની ચુકવણી કરી ન હોવાનું પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
ફરિયાદને આધારે પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 336 અને અન્ય સુસંગત કલમો તેમ જ આઈટી ઍક્ટ હેઠળ સલમાન નામના શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ ડિસેમ્બર, 2024માં ઉદ્યોગપતિની કંપની ખરીદવાની ઑફર આપી હતી અને કંપની સંબંધી દસ્તાવેજો, જીએસટી નંબર અને પાસવર્ડ પ્રાપ્ત કર્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
