મુલુંડમાં જે.એન. રોડ સ્થિત અંબિકાનગરની ન્યુ શાંતિનગરમાં રહેતી કિન્નર જેસ્સી મુદલિયાર ૮ મેના લગ્ન કાર્ય હોવાથી તેની મમ્મી સાથે અંબિકાનગરની પરિવાર સોસાયટીમાં ગઈ હતી ત્યારે ત્યાં હાજર ટ્રાન્સજેન્ડર રવિના બજંત્રી, રંજની અને અન્યોએ તેની મમ્મીને કેમ સાથે લાવી કહીને તેમની સાથે ગાળાગાળી કરી અને ઝઘડો ઉગ્ર સ્વરૂપ પકડતા રંજનીએ એક પથ્થર જેસ્સીના માથા પર માર્યો અને રવિનાએ ત્યાં પડેલી લાકડી તેના પગ તથા માથામાં મારી.

યેનકેન પ્રકારે જેસ્સીને ત્યાંથી નીકળવા મળ્યું પરંતુ તુરંત જ રવિનાએ કુર્લામાં વિકાસ નામના ટ્રાન્સજેન્ડરને ફોન કરી ઘટના અંગે માહિતી આપતાં તેણે જેસ્સીને ફોન પર જ ધમકી આપતાં કહ્યું કે તે આવતી કાલે મુલુન્ડ આવશે અને તેની મારપીટ કરશે તેથી હતાશ થઈ ગયેલી જેસ્સીએ ફિનાઈલ પી લીધું પરંતુ તેના સદ્દનસીબે તેની મમ્મીને આ અંગે જાણ થતાં તેઓ તુરંત જ તેને મુલુન્ડની અગ્રવાલ હોસ્પિટલમાં લઈ ગયા અને તેનો જીવ બચી ગયો હતો. જેસ્સીએ ત્યારબાદ રવિના, રંજની અને વિકાસ વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
