આજે બુદ્ધ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે અને આ પર્વ હિન્દુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. બુદ્ધ પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ અને જ્ઞાન પ્રાપ્તિ તરીકે જોવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ…
હિન્દુ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને આ શુભ પર્વ આજે એટલે 12 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે આ પર્વ વૈશાખ શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુના 9માં આવતાર ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો એટલે માટે વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાએ માત્ર બુદ્ધનો જન્મ જ નહીં, પરંતુ આ દિવસે બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી અને આ દિવસે એમનું મહાનિર્વાણ પણ થયું હતું. તો ચાલો જાણીએ બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ અને એને શા માટે ઉજવવામાં આવે છે.

આ કારણે ઉજવવામાં આવે છે બુદ્ધ પૂર્ણિમા!
આજે ભગવાન બુદ્ધની 2587મી જન્મજયંતિ છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે, વિશ્વભરના બૌદ્ધો બોધગયામાં ભેગા થાય છે અને બોધિ વૃક્ષની પૂજા કરે છે. બધી સુખ-સુવિધાઓ અને ઘરનો ત્યાગ કર્યા પછી, રાજકુમાર સિદ્ધાર્થ સત્યની શોધમાં સાત વર્ષ સુધી જંગલમાં ભટકતા રહ્યા. રાજકુમારે તપસ્વી જીવન અપનાવ્યું અને કઠોર તપસ્યા કરી. છેવટે, વૈશાખ પૂર્ણિમાના દિવસે, તેમણે બોધ ગયાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બન્યા. જ્યારે ભગવાન બુદ્ધે આંખો ખોલી, ત્યારે તેમણે ખીર પીને ઉપવાસ તોડ્યો, તેથી આ દિવસે ઘરે ખીર બનાવવાની પરંપરા શરૂ થઈ. તેમજ આજે ભગવાન બુદ્ધને ખીર પ્રસાદ ચઢાવવામાં આવે છે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
