મેટ્રિમોનિયલ સાઈટ પર કન્યાના સંપર્કમાં આવ્યા પછી તેના કહેવાથી ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરનારા 35 વર્ષના વેપારીએ 39.8 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ પ્રકરણે કલ્યાણના વેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) (છેતરપિંડી) અને અન્ય સુસંગત કલમો તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી એક લગ્ન સંબંધી વેબસાઈટ પર યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ઑનલાઈન ચૅટિંગમાં બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. બાદમાં બન્ને વૉટ્સઍપના માધ્યમથી સંપર્કમાં હતાં. વૉટ્સઍપ ચૅટિંગ દરમિયાન જ યુવતીએ એક કંપનીમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા લલચાવ્યો હતો.
યુવતીએ રોકાણ પર અમેરિકન ડૉલરમાં આવક થવાની લાલચ આપી હતી, જેને પગલે ફરિયાદીએ 15 માર્ચથી 25 એપ્રિલ દરમિયાન 39.8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે બાદમાં ફરિયાદીને કોઈ વળતર મળ્યું નહોતું. રોકાણ કરેલી રકમ પણ ગુમાવતાં ફરિયાદીને પોતે છેતરાયો હોવાની જાણ થઈ હતી. આ પ્રકરણે પોલીસનો સંપર્ક સાધી વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
