કિડનીમાં થતી પથરીને દુર કરવા માટે આ નેચરલ રીત અપનાવી શકો છો. જો કોઈપણ વ્યક્તિ પથરીથી પરેશાન હોય તો તેણે આ ડ્રિંક પીવું જોઈએ. આ ડ્રિંક કિડનીમાંથી પથરી કાઢવામાં મદદ કરી શકે છે.
કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા દિવસેના દિવસે વધતી જાય છે. જ્યારે યુરિનમાં રહેલા મિનરલ અને સોલ્ટ જરૂર કરતાં વધી જાય છે તો તે નાના નાના પથ્થર બનીને જામી જાય છે. આ પથ્થર કિડની, મૂત્રાશય કે મૂત્રમાર્ગમાં જામતા હોય છે. શરીરમાં આવા પથ્થર જામી જાય તો અસહનીય દુખાવો થાય છે. જોકે સારી બાબત એ છે કે તમે આ રીતે જમેલા પથ્થરને નેચરલ વસ્તુઓની મદદથી દૂર કરી શકો છો. આજે તમને આવો જ એક આયુર્વેદિક નુસખો જણાવીએ જેની મદદથી પથરી દૂર થઈ શકે છે.

પથરીની સમસ્યા હોય તો નિષ્ણાંતો જવનું પાણી પીવાની સલાહ આપે છે. આ એક આયુર્વેદિક ઉપાય છે જે વર્ષોથી અપનાવવામાં આવે છે. જવ શરીરની આંતરિક સફાઈ કરે છે અને કિડનીમાં જામેલી પથરીને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે. જો જવનું પાણી આ રીતે બનાવીને પીવામાં આવે તો વિષાક્ત પદાર્થ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે.
પથરી માટે કેવી રીતે બનાવવું જવનું પાણી ?
પથરી દૂર કરવા માટે જવનું પાણી બનાવવા માટે બે ચમચી જવને પાણીથી સારી રીતે સાફ કરવા જેથી બધી જ ગંદકી નીકળી જાય. ત્યાર પછી જવને એક વાસણમાં ત્રણ કપ પાણી સાથે ઉકાળવા મૂકો. ધીમા તાપે 30 મિનિટ સુધી પાણી ઉકાળો અને પછી ગેસ બંધ કરો. 30 મિનિટ પછી પાણીનો રંગ બદલી જશે અને થોડું ઘટ્ટ પણ થઈ જશે.
આ સ્ટેજ પર પાણીમાં લીંબુ અને સિંધવ મીઠું મિક્સ કરી ગાળી અને પી જવું. પથરી સાથે આ ડ્રિંક યુરીન ઇન્ફેક્શનમાં પણ કામ લાગે છે. જવમાંથી બનાવેલું પાણી સવારે ખાલી પેટ પી શકાય છે. જો સવારે ન પી શકો તો પણ દિવસ દરમિયાન એક કે બે ગ્લાસ પાણી પી લેવું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
