મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી ઈન્ડિયા મીટિયોરોલિજ્કલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે.
આ કમોસમી વરસાદને કારણે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. એટલે કે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી નીચે આવી શકે છે. પશ્ચિમી ભાગમાં નીચલી સપાટી પર અત્યંત મજબૂત વિચલનને કારણે કમોસમી વરસાદની શક્યતા છે. શનિવારે મુંબઈમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.3 ડિગ્રી સાંતાક્રુઝ વેધશાળા જદ્વારા નોંધવામાં આવ્યું હતું.
હવે મુંબઈ સાથે થાણે, પાલઘર અને રાયગડમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, જેનાથી તાપમાનમાં પણ ઘટાડો થશે.સોમવારથી આ ગતિવિધિ સઘન બનશે.

6 અને 7 મે માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લા માટે યેલો એલર્ટ જારી કરાયું છે. આ સમયગાળામાં વાવાઝોડું, ગાજવીજ સાથે વરસાદ પડશે અને પવન પ્રતિકલાક 30-40 કિમી ગતિથી ફૂંકાવાની શક્યતા છે. મુંબઈમાં મે મહિના દરમિયાન કમોસમી વરસાદ પડવાની વાત નવી નથી. પવનની આંતરકૃતિનું તે પરિણામ છે. હવામાન વિભાગની આંકડવારી દર્શાવે છે કે 2024માં મે મહિનામાં લગભગ એક ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે 2023માં 3.4 મીમી વરસાદ પડ્યો હતો. 2000માં તો મે મહિનામાં વિક્રમી 16 ઈંચ વરસાદ પડ્યો હતો. એકલા 18 મે, 2021ના રોજ સાંતાક્રુઝમાં 9 ઈંચ વરસાદની નોંધ થઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
