ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડ-ઐરોલી જંકશન પર કેબલ સ્ટેડ બ્રિજ તથા વધારાના ચાર રસ્તા બનાવવા બાબતે મુંબઈ મહાનગરપાલિકા વિચારાધિન હોવાનું કહેવાય છે. જો આ બંને પ્રોજેક્ટ અમલમાં આવે તો પીક-અવર્સમાં અહીં થતા ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળી રહેશે એવું માનવામાં આવે છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પ્રભુ શ્રીરામ ચોક એટલે મુલુંડ-ઐરોલી જંકશન પર પીક અવર્સ જ નહીં પણ દિવસના મોટાભાગના સમયે ભારે ટ્રાફિક જેમ રહેતો હોય છે.

મુલુંડ, ભાંડુપ સહિત વિક્રોલી, ઘાટકોપર સુધીનો તથા પશ્ચિમ ઉપનગરથી વાહનો ઈસ્ટર્ન એક્સપ્રેસથી નવી મુંબઈ જવા માટે ઐરોલી જંકશનનો ઉપયોગ કરે છે. તેથી અહીં ટ્રાફિકની ભારે સમસ્યા રહેતી હોય છે, તેથી તેનો ઉકેલ લાવવા માટે સ્થાનિક વિધાનસભ્ય દ્વારા પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને આ જંકશન પર રોડના બે નવા પ્રોજેક્ટ હાથ ધરવાની માગણી કરવામાં આવી છે, જેમાં જંકશન પર ચાર વધારાના નવા રોડ બાંધવાની માગણી કરવામાં આવી છે, જેને કારણે લગભગ ૧૫ મિનિટનો સમય બચી શકશે. એ સાથે જ અહીં જંકશન પર ઐરોલી તરફ જવા ટૂ-વે કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની માગણી કરવામાં આવી છે. સ્થાનિક વિધાનસભ્યની માગણી બાબતે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે મુલુંડ-ઐરોલી જંકશન પર નવા રોડ બાંધવા બાબતે સંબંધિત વિભાગને અભ્યાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
