આજે તમને શરીરને નિરોગી અને ફીટ રાખવાનો એકદમ સરળ ઉપાય જણાવીએ. તમે જે માટલામાં પીવા માટેનું પાણી ભરતા હોય તેમાં એક ચાંદીનો સિક્કો મુકી દેવો. આ સિક્કો તમારા શરીરને અઢળક લાભ કરશે. આ એક નાનકડો ફેરફાર તમારી લાઈફ બદલી દેશે.
એ વાત તો તમે પણ જાણતા હશો કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને અઢળક લાભ થાય છે. આ પાણી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે અને પાચન સુધારે છે સાથે જ ત્વચાને પણ ફાયદો કરે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી થતા ફાયદા કરતાં પણ વધારે ફાયદા જો તમારે મેળવવા હોય તો માટીના માટલામાં પીવાનું પાણી ભરીને તેમાં એક ચાંદીનો સિક્કો રાખી દો. ચાંદીનો સિક્કો રાખેલું પાણી પીવાથી પણ શરીરના દરેક અંગને ફાયદો થાય છે.

માટલામાં ચાંદીનો સિક્કો રાખીને તે પાણી પીવાથી ચાંદીના પ્રાકૃતિક ગુણ પાણીમાં ભળી જાય છે. આ પાણી પીવાથી શરીરને એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. માટલામાં ચાંદીનો સિક્કો રાખવાથી હાનિકારક બેક્ટેરિયા દૂર થઈ જાય છે. આ પાણી પીવાથી પણ રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. ચાંદી રાખેલું પાણી શુદ્ધ થઈ જાય છે અને તે આંતરડાને પણ ફાયદો કરે છે.
ચાંદીનો સિક્કો રાખેલું પાણી પીવાથી થતા ફાયદા
– આયુર્વેદ અનુસાર માટલામાં ચાંદીનો સિક્કો રાખ્યા પછી તે પાણી પીવાથી વાત્ત, પિત્ત અને કફ ત્રણેય દોષ સંતુલિત થાય છે. આ ત્રણેય દોષ અસંતુલિત હોય તો શરીરમાં અલગ અલગ સમસ્યા ઉભી થાય છે
– આ પાણી પેટની તમામ સમસ્યાઓમાં લાભકારી છે. જેમકે પેટમાં દુખાવો, ગેસ, એસીડીટી, કબજિયાત વગેરેથી તુરંત રાહત આપે છે. આ પાણી પીવાથી આંતરડામાં જામેલી ગંદકી પણ સાફ થવા લાગે છે.

– ચાંદીનો સિક્કો રાખેલું હોય તે પાણી પીવાથી મગજ શાંત રહે છે અને સ્ટ્રેસથી રાહત મળે છે.
– માટલામાં ચાંદીનો સિક્કો રાખી તે પાણી પીવાથી યાદશક્તિ મજબૂત થાય છે અને મગજ તેજ બને છે.
– ચાંદીનો સિક્કો રાખેલું પાણી કિડની અને લીવરને પણ સ્વસ્થ રાખે છે. આ પાણી રક્ત શુદ્ધિ કરે છે. આ પાણી પીવાથી ઉનાળામાં ઠંડક પણ મળે છે અને શરીરમાં નવા સેલ્સનું નિર્માણ પણ ઝડપથી થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
