અંધેરીમાં મહાપાલિકા દ્વારા સંચાલિત બેસ્ટની બસનાં પૈડાં નીચે આવી જતાં એક 35 વર્ષીય યુવાને ડાબો હાથ ગુમાવી દીધો છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. આ ઘટના શુક્રવારે સવારે 9.30 વાગ્યે અંધેરીમાં બની હતી જ્યારે ઇસ્માઇલ સુરતવાલા પોતાના ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, સુરતવાલાની બાઇક ગલીમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તે બેસ્ટ બસના પાછળના ભાગ સાથે અથડાઈ. તેનો ડાબો હાથ વ્હીલ નીચે આવી જતાં ચગદાઈ ગયો હતો.બસ સિગ્નલ પર પહોંચતાં જ, સુરતવાલા, જે પોતાના ટુ-વ્હીલર પર જઈ રહ્યો હતો, અચાનક ગલીમાંથી મુખ્ય રસ્તા પર આવ્યો અને બસને ટક્કર મારી. ટક્કરને કારણે, તે નીચે પડી ગયો અને બસના પાછળના વ્હીલ નીચે કચડાઈને તેનો ડાબો હાથ ગુમાવી દીધો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મહોમ્મદ અલી રોડનો રહેવાસી સુરતવાલાને હોલી સ્પિરિટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, બસને જપ્ત કરીને અંધેરી એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પાર્ક કરવામાં આવી છે. કેસ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે બસ વેસ્ટ લીઝ હેઠળ ચલાવવામાં આવી હતી, ખાનગી કોન્ટ્રાક્ટરો પાસેથી ખરીદવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
