વિન્ઝો અને ઈન્ટરએક્ટિવ એન્ટરટેઈનમેન્ટ એન્ડ ઈનોવેશન કાઉન્સિલ (આઈઈઆઈસી) દ્વારા સંયુક્ત રીતે વિકસિત બહુપ્રતિક્ષિત અધ્યયન ઈન્ડિયા ગેમિંગ રિપોર્ટ 2025 બુધવારે રજૂ કરવામાં આવ્યું હતું. વિન્ઝોના સહ-સંસ્થાપકો પવન નંદા અને સૌમ્યા સિંહ રાઠોર દ્વારા એક ખાસ કાર્યક્રમમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રસપ્રદ તારણો બહાર આવ્યાં છે.
ભારતનું ગેમિંગ ક્ષેત્ર 2034 સુધી 60 અબજ યુએસ ડોલરે પહોંચવાની ધારણા છે. 2024માં 3.7 અબજ ડોલર અને 2024થી 2029 વચ્ચે 19.6 ટકાની સીએજીઆરે વૃદ્ધિ સાથે આ ઉદ્યોગ ઉચ્ચ વૃદ્ધિ પર સવાર હોઈ 2029 સુધી 9.1 અબજ ડોલરનો આંક પાર કરવાની ધારણા છે.

આ ક્ષેત્ર 1888 ગેમિંગ કંપનીઓ માટે ઘર છે અને 1.30 લોકોને રોજગાર આપે છે. તેનું ઉપભોક્તા મૂળ 600 મિલિયનથી વધુ છે અને 2029 સુધી તે 952 મિલિયનથી વધુ થવાની ધારણા છે, એમ તેમણે જણાવ્યું હતું.આ ક્ષેત્ર 2 મિલિયન ઉચ્ચ કુશળ નોકરીઓ ઊભી કરી શકે છે. આઈપીઓ થકી 3 વર્ષમાં રોકાણકારોના મૂલ્યમાં 26 અબજ ડોલર ઉજાગર કરી શકે છે. વૈશ્વિક ગેમિંગ અર્થવ્યવસ્થામાં ભારતનો હિસ્સો હાલમાં 1.1 ટકાથી 2034 સુધી 20 ટકાએ પહોંચી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગુરુવારથી ભારતનો અવ્વલ એમએન્ડઈ સમિટ વેવ્ઝ 2025નું આયોજન થઈ રહ્યું છે તે સમયે આ અહેવાલ જારી કરવામાં આવ્યો છે. આ સમયે વિન્ઝો આઈઈઆઈસી સાથે ભારત ટેક ટ્રાયમ્ફ પ્રોગ્રામના 20 પથદર્શક વિજેતાઓ પણ પ્રદર્શિત કરશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
