અભિનેતા સૈફ અલી ખાનને સંડોવતા ૨૦૧૨ના હોટેલમાં મારામારીના કેસમાં સાક્ષીદાર તરીકે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહીને અભિનેત્રી મલાઈકા અરોરા કાનૂની કામમાં હેતુપૂર્વક વિલંબ કરી રહી હોવાની કોર્ટે નોંધ કરી હતી. કોર્ટે તેને હાજર રહેવાની છેલ્લી તક આપી હતી અન્યથા બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવાની ચેતાવણી અપી છે.
જામીનપાત્ર વોરન્ટ જારી થયા બાદ પણ ૨૯ એપ્રિલે અરોરા કોર્ટમાં હાજર નહીં રહેતાં કોર્ટે નારાજગી દર્શાવી હતી. સમન્સની જાણકારી હોવા છતાં હેતુપૂર્વક કોર્ટમાં હાજર રહેવાનું ટાળી રહી હોવાનું કોટે નોંધ્યું હતું.૨૨ ફેબુ્રઆરી ૨૦૧૨માં પંચતારક હોટેલમાં કથિત ઘટના બની ત્યારે ખાન સાથે ડિનર પર ગયેલા ગ્રુપમાં અરોરા પણ હતી.
કોર્ટે ૯ જુલાઈ પર સુનાવણી રાખીને અરોરાને હાજર રહેવાની છેલ્લી તક આપી છે અન્યથા બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરાશે એમ જણાવ્યું હતું.૧૫ ફેબુ્રઆરીએ બાદમાં આઠ એપ્રિલે કોર્ટે વોરન્ટ જારી કર્યું હતું પણ તે આવી નહોતી.

એનઆરઆઈ બિઝનેસમેન ઈકબાલ મીર શર્માની ફરિયાદ પર સૈફ અને અન્ય બે આરોપીની ધરપકડ કરાઈ હતી. અભિનેતા સાથે પત્ની કરીના,તેની બહેન કરિશ્મા અને કેટલાંક પુરુષ મિત્રો હતા ત્યારે આ ઘટના બની હતી.
શર્માએ અભિનેતા અને તેના મિત્રો દ્વારા કરાતા ઘોંઘાટ સામે વિરોધ નોંધાવ્યોહ તો. સૈફે તેને ધમકાવ્યો હતો અને નાક પર મુક્કો મારતાં તેને ફ્રેક્ચર થયું હતું. શર્માના સસરા રમણ પટેલને પણ માર્યો હોવાનો સૈફ અને તેના મિત્રો સામે અરાપો કરાયો હતો.
સૈફે દાવો કર્યો હતો કે શર્માએ ઉશ્કેરણીજનક નિવેદન કરીને મહિલાઓ સામે ગાળો ભાંડી હોવાથી મામલો બીચક્યો હતો. સૈફ અને શકીલ લદાક અને બિલાલ અમરોહી સામે આરોપનામું દાખલ કરાયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
