મુંબઈ હાઈ કોર્ટમાં બુધવારે દિશા સાલિયન મૃત્યુ કેસમાં સુનાવણી થઈ હતી. બેન્ચે અરજદાર સતીશ સાલિયને, તેમની પુત્રી પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો આરોપ લગાવતાં, એક રિટ અરજી દાખલ કરી હતી, જેની પર બેન્ચે અનેક મહત્ત્વપૂર્ણ અવલોકનો ર્ક્યાં. બેન્ચે કહ્યું કે, રાજ્ય એસઆઈટી દ્વારા આ મામલામાં હજુ કેમ એફઆઈઆર નોંધાઈ નથી, એફઆઈઆર નોંધાઈ નથી, તો તપાસ શેની? આ કેસની આગામી સુનાવણી 18 જૂન, 2025 ના થશે. સાલિયનના વકીલ ઓઝાએ કહ્યું કે, કોર્ટનું મક્કમ વલણ સૂચવે છે કે, આ કેસમાં હવે સત્ય બહાર આવશે.
ન્યાયાધીશ સારંગ કોતવાલ અને ન્યાયાધીશ શ્રીરામ મોડકની ડિવિઝન બેન્ચે રાજ્યના વકીલ હિતેન વેણેગાવકરને પ્રશ્ન કર્યો હતા કે, સતીશ સાલિયનના વકીલો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રાથમિક વાંધાનો જવાબ આપો કે, જ્યારે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના દખલપાત્ર ગુનાઓ સાથે સંકળાયેલી ફરિયાદ છે, ત્યારે કોઈ એફઆઈઆર કેમ નોંધવામાં આવી નથી? તમે એફઆઈઆર નોંધ્યા વિના તપાસ કેવી રીતે કરી રહ્યા છો? સમજાવો કે ગુનો ઔપચારિક રીતે કેમ નોંધવામાં આવ્યો નથી! કોર્ટ દ્વારા લેવામાં આવેલા આ સ્પષ્ટ વલણથી કેસને નિર્ણાયક દિશા મળી છે.

ફોરેન્સિક રિપોર્ટમાં ગંભીર આરોપો ખૂલ્યા! નવી વચગાળાની અરજીમાં રજૂ કરાયેલા ફોરેન્સિક પુરાવા મુજબ, દિશા સાલિયન પર સામૂહિક દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હોવાના સ્પષ્ટ સંકેતો છે. અરજદારોએ આમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી, સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે અને અન્ય લોકોની સીધી સંડોવણીનો આરોપ લગાવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
