ઉનાળામાં વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીને તમે ડાયટમાં અલગ અલગ 4 રીતે સામેલ કરી શકો છો. આજે તમને વરિયાળી ખાવાની 4 રીતો જણાવીએ. આ 4 રીતે વરિયાળી ખાવાથી ગરમીના કારણે થતી સમસ્યાથી બચી શકાય છે.
ઉનાળામાં શરીરને ઠંડક મળે અને શરીર તરોતાજા રહે તે માટે વરીયાળી ખાવી જોઈએ. વરિયાળી ભારતીય રસોઈનું અભિન્ન અંગ છે. વરિયાળી સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. ઉનાળા દરમિયાન વરીયાળી ખાવાથી શરીરને ઠંડક મળે છે. વરિયાળીમાં ઠંડક પ્રદાન કરતાં ગુણ હોય છે જે પેટ અને પાચનની તકલીફો દૂર કરે છે. ઉનાળામાં વરીયાળીને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો. આજે તમને વરીયાળીનો ઉપયોગ કરવાની 4 રીતો જણાવીએ. આ રીતે વરીયાળીને ડાયટમાં સામેલ કરવાથી ગરમીથી પણ મુક્તિ મળશે.
વરીયાળીથી થતા ફાયદા

– વરીયાળીમાં ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. વરીયાળી શરીરને ઠંડક આપે છે અને પાચન સુધારે છે સાથે જ શરીરના ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે.
– વરિયાળી ખાવાથી પેટમાં ગેસ એસિડિટી અને અપચા જેવી તકલીફો થતી નથી અને પાચનતંત્ર સક્રિય અને સ્વસ્થ રહે છે.
– વરિયાળી ખાવાથી શરીરને ઠંડક મળે છે. વરિયાળી ખાવાથી શરીર ગરમીથી બચે છે.
– વરીયાળીમાં એવા તત્વ હોય છે જે શરીરમાંથી વિષાક્ત તત્વોને બહાર કાઢે છે અને ત્વચા ચમકદાર બને છે.
– વરિયાળી ખાવાથી શરીર ડિટોક્સ થાય છે અને લીવર હેલ્ધી બને છે.
વરિયાળીને ડાયટમાં શામેલ કરવાની 4 રીત

વરિયાળીનું શરબત
ઉનાળામાં લૂ થી બચવા અને કાળઝાળ દરમિયાનમાં શરીરને ઠંડક મળે તે માટે વરિયાળીનો ઉપયોગ સૌથી બેસ્ટ છે. તેના માટે વરિયાળીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે પાણી ગાળી લેવું અને તેમાં સાકર તેમજ લીંબુ ઉમેરી પી લેવું. વરિયાળીનું આ શરબત પીવાથી શરીરને ઠંડક મળશે.
વરિયાળીની ચા
વરિયાળી અને ફુદીનાની ચા પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને શરીરને ઠંડક મળે છે. તેના માટે એક કપ પાણી ઉકાળી તેમાં વરિયાળી સાથે ફુદીનાના તાજા પાન ઉકાળો. પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરી તેને ગાળી લો અને તેમાં મધ ઉમેરી પી લો.
વરિયાળીનું પાણી
જો તમારે કોઈપણ પ્રકારની મહેનત કરવી ન હોય તો રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી પલાળી દો. સવારે ખાલી પેટ વરિયાળી પલાળેલું પાણી પી લેવું. તેનાથી પાચન સુધરશે.

સલાડ સાથે વરિયાળી
વરિયાળીના દાણાને તમે સલાડમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. વરિયાળીને સલાડમાં ઉમેરીને ખાવાથી પણ વરિયાળીથી થતા લાભ શરીરને મળે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
