મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંગળવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય સરકાર પહલગામ હુમલાના પીડિતોના પરિવારોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. બેઠકની શરૂઆતમાં, આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મહારાષ્ટ્રના નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એ પછી તેમને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર વતી પીડિતોના પરિવારોના રોજગાર અને શિક્ષણની જવાબદારી પણ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે મુજબ પીડિત જગદાળે પરિવારની પુત્રીને નોકરી અપાશે. રાજ્ય સરકાર હવે અસરગ્રસ્ત પરિવારોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર પણ હાજર હતા.

ફડણવીસે કેબિનેટ બેઠક બાદ કહ્યું કે, રાજ્ય સરકાર એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે તે તમામ રીતે આતંકવાદનો વિરોધ કરે છે અને આતંકવાદને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોની પડખે મજબૂત રીતે ઊભી છે. તે મુજબ, પીડિત પરિવારને 50 લાખ રૂપિયા આપવામાં આવશે તેમ જ જો રોજગારની સમસ્યા હશે તો નોકરીની તક પણ આપવામાં આવશે. જો શિક્ષણનો પ્રશ્ન હશે તો રાજ્ય સરકાર શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવાશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
