કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)એ મુરબાડથી ગુરુદેવ હોટેલ સુધી ડિવાઇડરની સફાઇ અને તેના રંગકામ માટે કોન્ટ્રેક્ટરને બિલ ચૂકવ્યા છે, પરંતુ હકીકતમાં સ્ટેશન વિસ્તારમાં ગુરુદેવ હોટેલ સુધી ડિવાઇડર છે જ નહીં તો પાલિકાએ આ બિલ શા માટે ચૂકવ્યા? મનસે કાર્યકર્તાએ માહિતી અધિકાર હેઠળ મેળવેલી માહિતીમાં આ બાબત પ્રકાશમાં આવી છે.

કેડીએમસીના આવા ભ્રષ્ટાચારના વિરોધમાં મનસે કાર્યકર્તાઓએ ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મની જેમ લાંલરંગના ચશ્મા પહેરીને અને હાથમાં બ્રશ-કલરની બાલટી લઇને સ્ટેશન વિસ્તારમાં દેખાવો કર્યા હતા. ત્યારે પ્રતિકારાત્મક ડિવાઇડરનું રંગકામ કરતા કેડીએમસીના વિરોધમાં જોરદાર નારા લગાવ્યા હતા. જો સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવી તો મનસે દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.

કેડીએમસી દ્વારા કલ્યાણ સ્ટેશનથી ગુરુદેવ ચોક સહિત સંતોષી માતા રોડ અને કેટલાક જગ્યાએ ફૂટપાથ અને ડિવાઇડરની સફાઇ અને રંગકામ માટે ૪૦ લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું હતું, એમ મનસે કાર્યર્તાને આરટીઆઇ હેઠળ જાણવા મળ્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
