ગત મહિને મુંબઇથી પુણે જનારી શિવનેરી બસનો ડ્રાઇવર બસ ચલાવતી વખતે ફોનમાં ક્રિકેટ મેચ જોઇ રહ્યો હતો. જેનો વિડીયો એક પ્રવાસીએ રેકોર્ડ કરીને સરનાઇકને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમણે તરત જ તપાસ બાદ ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દીધો હતો અને પાંચ હજાર રૃપિયા દંડ કોન્ટ્રેક્ટર પાસેથી લેવાયો હતો. જોકે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અને આવી કોઇ ઘટના ફરી ન બને તે માટે આ નિર્ણય લેવાશે.

સરનાઇકે અધિકારીઓને હેડફોન પહેરનારા ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવા માટે માર્ગદર્શિકા બનાવવાની સૂચના પણ આપી હતી. જોકે તેમાં કોઇ નોંધપાત્ર પ્રગતિ ન દેખાતા સરનાઇકે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ કાર્યવાહી માટે વોટસએપ ફરિયાદ નંબર શરૃઆતમાં અંધેરી આરટીઓ પૂરતો મર્યાદિત હતો હવે આખા મુંબઇમાં તેને ઉપલબ્ધ કરવામાં આવશે. નાગરિકો આવા કિસ્સામાં ફોટો અને વિડીયો સીધા આરટીઓ ઓફિસમાં મોકલી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
