મુંબઈ સહિત થાણે-વસઈ-વિરારમાં વિવિધ મેટ્રો સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે થાણેથી ઘોડબંદર તરફના રસ્તાના સમારકામને કારણે વાહનચાલકોને આગામી દિવસોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે. થાણેથી ઘોડબંદર તરફ જનારા રસ્તા પર સમારકામ હાથ ધરાયું હોવાથી ટ્રાફિક વિભાગ દ્વારા ૨૬મી એપ્રિલથી ૨૯મી એપ્રિલના મધરાત સુધી ટ્રાફિક ડાઇવર્ઝન આપ્યું હતું, પરંતુ આ કામ હજી બાકી હોવાથી આ ટ્રાફિક ડાઇવર્ઝન પહેલી મે, ૨૦૨૫ સુધી એક્ટેન્ડ કર્યું છે.

થાણેથી ઘોડબંદર રોડની દિશાએ જનારા ભારે વાહનો માટે વાય જંકશન ખાતે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. પર્યાયી માર્ગ તરીકે વાય જંકશન પાસેથી નાશિક રોડથી ખારેગાવ, માણકોલી, અંજૂરફાટા માર્ગે ગંતવ્ય સ્થળે જઇ શકાશે. બીજા પર્યાયી માર્ગમાં કાપૂરબાવડી જંકશન નજીકથી જમણી બાજુ ટર્ન લઇને કશેળી, અંજૂરફાટા માર્ગે ગંતવ્ય સ્થળે જઇ શકાશે.
મુંબ્રા, કળવાથી ઘોડબંદર રોડના દિશે ભારે વાહનોને ખારેગાવ ટોલનાડા ખાતે પ્રવેશ બંધ જ્યારે પર્યાયી માર્ગ મુંબ્રા, કળવાથી ઘોડબંદર તરફ જનારા વાહનો ખારેગાવ બ્રિજની નીચેથી ખારેગાવ ટોલનાકા, માણકોલી, અંજૂરફાટા માર્ગે જશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
