શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય સાંઘાણી ઘાટકોપર વેસ્ટમાં પંન્યાસ રાજરક્ષિતવિજય, પંન્યાસ નયરક્ષિતવિજય આદિ સાધુ-સાધ્વીજીની પાવન નિશ્રામાં વરસીતપના તપસ્વી સુશ્રાવક ધર્મેશભાઈ જયસુખલાલ દેસાઈ એ પચ્ચક્ ખાણ લીધું ત્યારે તપસ્વી અમર રહો નારાથી વાતાવરણ તપમય બની ગયું હતું.
તા. ૩૦ એપ્રિલ અખાત્રીજના દિવસે સવારે ૬:૩૦ કલાકે શ્રી આદિનાથ પરમાત્માનો મંગલમય અભિષેક થશે. ત્યાર બાદ પ્રભુમિલનનો કાર્યક્રમ છે. સવારે ૧૦ કલાકે તપસ્વી ઈક્ષુરસથી પારણું કરશે.પં. રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, વરસીતપ હોય કે સિદ્ધિતપ તમામ તપ પાછળનું એકમાત્ર લક્ષ્ય સમતા હોવું જોઈએ.

પૂ. હરિભદ્રસૂરિજી મહારાજા પણ કહેછે કે, શ્વેતાંબર હોય કે દીગમ્બર, સ્થાનકવાસી હોય કે તેરાપંથી, એક તિથિને માનનાર હોય કે બે તિથિને જે સાધક સમતા ભાવને પ્રાપ્ત કરશે તે જ આત્મા પરમપદને પ્રાપ્ત કરશે. પ્રભુ આદિનાથજી એ ૪૦૦-૪૦૦ દિવસ સુધી ભિક્ષા ગ્રહણ કરવા માટે પ્રયત્ન કર્યો પરંતુ ન મળ્યું ભોજન, ન મળ્યું પાણી. છતાંય અપાર સમતા ધારણ કરીને અપૂર્વ કર્મ નિર્જરા કરી. પ્રભુ આદિનાથજી પાસે તમામ (૬૦૦) તપસ્વીઓએ પ્રાર્થના કરવાની છે. હે પ્રભુ ! મારામાં પણ આપણા જેવી સમતા આવે. આ ભવમાં વૈરનું વિસર્જન કરજો. નહિ તો ભવોભવ વૈર વધતું જશે. અન્નદાન કરતાં આશ્વાસન દાન શ્રેષ્ઠ છે. અન્નદાનથી પેટ ભરાય છે. આશ્વાસન દાનથી મન ભરાય છે.
પં. દીક્ષિતરત્ન વિજયજીએ જણાવ્યું કે, પ્રભુ આપણને મળ્યાં, પ્રભુનું શાસન મળ્યું, પ્રભુની સાધના મળી છતાંય આપણે પ્રભુ કેમ ન બન્યાં? પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ. પ્રભુ બનવા માટે જાતને પ્રભુ માનો. આપણા નજીકમાં રહેલાને પણ પ્રભુ માનો. તો બધા જીવો ગમશે. આપણે પ્રભુ બનીશું. પં. નયરક્ષિતવિજયજી તથા મુનિ જ્ઞાનહંસ વિજયજીએ સાંઘાણી જૈન સંઘની ગુણવત્તાની અનુમોદના કરી હતી. સાધુ-સાધ્વીજીની ઉત્કૃષ્ટ કોટિની ભક્તિથી આજુબાજુનો એરિયા સંસ્કાર ગલી તરીકે પ્રસિદ્ધ બન્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
