ભાયખલા-ઈસ્ટની શેઠ મોતીશા લેનમાં આવેલી સુપર બેકરીમાં ગઈ કાલે સાંજે ૫.૨૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગમા ચાર પુરુષો ઘાયલ થયા હતા. તેમને નજીકની મસિના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સવા કલાક બાદ ૬.૪૦ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ઘાયલોમાં ૪૬ વર્ષના જયેશ પારેખ ૩૦ ટકા દાઝી ગયા હતા. તેમને મસિનામાંથી ભાટિયા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

એ જ પ્રમાણે આગમાં ૩૫-૪૦ ટકા દાઝી ગયેલા ૩૬ વર્ષના શરિયાર રઇસીને પણ ભાટિયા હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા. અન્ય બે થાયલ ૨૫ વર્ષનો ઝુબેર સિદીકી ૧૫ ટકા જેટલો દાઝી ગયો હતો જ્યારે ૨૩ વર્ષનો જાવેદ મોહમ્મદ પણ ૨૦ ટકા જેટલો દાઝી ગયો હતો. તેમને બન્નેને મસિના હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
