મુલુંડ(વે)માં પી.કે. રોડ સ્થિત સાઈકૃપા સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતાં દિપાલી માંડવકર અને તેમનો પરિવાર ૨૪ માર્ચના તેમના ગામથી પરત ફર્યા હતા ત્યારે દિપાલી સોનાના દાગીના કબાટના લોકરમાં રાખીને લોકરની ચાવી એક પર્સમાં રાખી હતી. ૨૪ એપ્રિલના દિપાલીએ લોકર ખોલતા જે અસ્તવ્યસ્ત હોવાનું જણાયું હતું તથા તેમાંથી સોનાના અમુક મોટા દાગીના ગાયબ થઈ ગયા હોવાનું જણાયું હતું. જ્યારે નાના દાગીના અને ચાર હજાર રૂપિયા સલામત હતા.

દિપાલીએ પાડોસીઓને આ અંગે પૂછપરછ કરી પરંતુ કોઈને દાગીના અંગે કોઈ જાણકારી નહોતી, જેને પગલે દિપાલીએ ૩૨ ગ્રામના રૂા. ૧.૬૦ લાખના દાગીના ચોરી થઈ ગયા હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
