પહલગામ હુમલા બાદ મુંબઈના તમામ રેલવે સ્ટેશનો પર જાપ્તો વધારી દેવાયો છે. રેલવે પોલીસ તથા આરપીએફ દ્વારા ચેકિંગ વધારી દેવાયું છે અને સુરક્ષા ઉપાયોની સમીક્ષા હાથ ધરાઈ છે. રેલવે સ્ટેશનો પર વધુ દસ હજાર સીસીટીવી કેમેરા ગોઠવી સર્વેલન્સ વધારે સઘન બનાવાશે.
મુંબઇ રેલવે પોલીસ કમિશનરેટ અંતર્ગત સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં કુલ ૧૩૯ સ્ટેશનો આવેલા છે. સબર્બન નેટવર્કમાં રોજ ૩૨૦૦ લોકલ ફેરીઓ થાય છે. જેમાં આશરે ૮૦ લાખ જેટલા લોકો પ્રવાસ કરે છે ઉપરાંત લાંબા અંતરની સેંકડો ફેરીઓમાં હજારો લોકો પ્રવાસ કરે છે. આ તમામ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા નજર રાખશે. એટલું જ નહીં બધા સ્ટેશનો પર સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી દેવાઇ છે અને દરેક લોકલમાં ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલવેના ચર્ચગેટ, મુંબઇ સેન્ટ્રલ, દાદર, બાંદરા અને બોરીવલી તથા સેન્ટ્ર્લના સીએસટી, દાદર, લોકમાન્ય તિલક, કલ્યાણ સ્ટેશનો પર લાંબા અંતરની ટ્રેનો હોલ્ટ લેતી હોવાથી ત્યાં કડક સુરક્ષાની વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. સ્ટેશનો પર કામ કરતા સફાઇ કર્મચારીઓ, કુલી, બુટ પોલિશરો તથા કેન્ટીનના સ્ટાફ સાથે પોલીસ વ્યક્તિગત સંપર્ક જાળવી રહી છે. જેથી કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુની જાણકારી તરત મળી શકે. દરેક વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરે ઓછામાં ઓછા બે કલાક માટે ફિલ્ડ લોકેશન પર હાજર રહેવાનું કહેવાયું છે.
દરેક પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનની હદમાં ઓછામાં ઓછા ચાર કલાક પેટ્રોલિંગ કરશે. પ્રવાસીઓની રેન્ડમ તપાસ ચાલુ છે. તપાસના ફોટો પોલીસ સ્ટેશનોના વોટ્સએપ ગુ્રપમાં રોજ ફરતા કરવામાં આવે છે. તેવી માહિતી રેલવે પોલીસ કમિશનરેટે આપી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
