સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યા છતાં રોકાણનો ક્રેઝ યથાવત, મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ અને એડવાન્સ બુકિંગના લાભ ઉપલબ્ધ.
દર વર્ષે અક્ષય તૃતીયાનો પવિત્ર અવસર સોનું ખરીદવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે અને આ દિવસે સોનામાં રોકાણ કરવું સમૃદ્ધિ લાવે છે તેવી માન્યતા છે. આ વર્ષે અક્ષય તૃતીયા ૩૦મી એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવશે. આ ખાસ અવસરને ધ્યાનમાં રાખીને દેશભરની ઘણી મોટી જ્વેલરી બ્રાન્ડ્સ ગ્રાહકો માટે સોનાની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને વિશેષ ઓફર્સ લઈને આવી છે.

નોંધનીય છે કે, તાજેતરમાં સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો હતો અને ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સોનું પ્રથમ વખત ₹૧ લાખ પ્રતિ ૧૦ ગ્રામને પાર કરી ગયું હતું. જોકે, ત્યારબાદ ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ સોનામાં રોકાણ કરવાનો અને ખરીદી કરવાનો ક્રેઝ જરા પણ ઓછો થયો નથી. લોકો હજુ પણ સોનાના સિક્કા અને લગડીઓ ખરીદી રહ્યા છે. આ અક્ષય તૃતીયા પર કઈ બ્રાન્ડ્સ કઈ શાનદાર ઓફર્સ આપી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
