ખાવા-પીવાની કેટલીક વસ્તુ આપણા હાર્ટના સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. હાર્ટને મજબૂત બનાવી રાખવા માટે તમારે ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ખરાબ જીવનશૈલી, જરૂરિયાતથી વધુ ચિંતા અને અનહેલ્ધી ડાયટ પ્લાનને કારણે હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યાં છે. યુવાન લોકો પણ હાર્ટ એટેકને કારણે મોતનો શિકાર બની રહ્યાં છે. જો તમે પણ આ ગંભીર અને જીવલેણ બીમારીને ઝપેટમાં આવવાથી બચવા ઈચ્છો છો તો તમારે તમારા ડાયટ પ્લાનમાંથી કેટલીક અનહેલ્ધી વસ્તુ બહાર કરી દેવી જોઈએ, બાકી લેવાના દેવા પડી શકે છે.

પ્રોસેસ્ડ મીટ અને રેડ મીટ
જરૂરિયાત કરતા વધુ પ્રોસેસ્ડ મીટ અને રેડ મીટ તમારી હાર્ટ હેલ્થ માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. જો તમે તમારી હાર્ટ હેલ્થને મજબૂત બનાવી રાખવા ઈચ્છો છો અને હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા ઈચ્છો છો તો તમારે પ્રોસેસ્ડ મીટ અને રેડ મીટ ખાવાથી દૂર રહેવું જોઈએ.
નમક અને ખાંડનું સેવન
શું તમે પણ જરૂરિયાત કરતા વધુ નમક કે ખાંડનું સેવન કરો છો? ખાવા-પીવાની કોઈ વસ્તુનો અતિસય ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છો. જો તમે હાર્ટ સાથે જોડાયેલી ખતરનાક બીમારીઓથી બચવા ઈચ્છો છો તો તમારે વધુ પડતા નમક અને ખાડનું સેવન બંધ કરી દેવું જોઈએ. આ સિવાય તમારી હાર્ટ હેલ્થને મજબૂત રાખવા માટે ફાસ્ટ ફૂડ્સના સેવન પર પણ કંટ્રોલ કરવો જોઈએ.

બ્રેડ અને પાસ્તા ખાવાથી બચવું જોઈે
શું તમે દરરોજ બ્રેકફાસ્ટમાં બ્રેડ અને બટરનું સેવન કરો છો? જો હાં, તો તમને જણાવી દઈએ કે બ્રેડ અને બટર, બંનેમાં રહેલા તત્વો તમારા હાર્ટના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સિવાય પાસ્તા જેવી વસ્તુ પણ હાર્ટના સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
