નવી મુંબઈમાં ૧૨ વર્ષની કિશોરી જાતીય સંબંધની માગણીને તાબે નહિ થતાં ઉશ્કેરાયેલા ૧૭ વર્ષીય તરુણે તેના માથે પથ્થર મારી લાશ જંગલમાં ત્યજી દીધી હતી. જોકે, આ તરુણ પોતાને કિશોરીનો મોબાઈલ રસ્તામાંથી મળ્યો છે તેમ કહી પાછો આપવા આવ્યો હતો. જોકે,કિશોરી છેલ્લેતેની સાથે જ દેખાઈ હોવાથી પોલીસે મોબાઈલ કબજે કરી ટેકનિકલ તપાસ તથા પૂછપરછના આધારે તરુણ જ હત્યામાં સંડોવાયેલો હોવાનો તાગ મેળવી લઈ તેની ધરપકડ કરી હતી.
નવી મુંબઈના તુર્ભેના શિવરાણે વિસ્તારમાં શુક્રવાર સવારે માતા પિતા કામ અર્થે બહાર હોવાથી કિશોરી તેના ઘરની બહાર નીકળી ગઈ હતી. આ બાદ રાત સુધી પરત ફરી ન હતી.શુક્રવાર મોડી રાતે તુર્ભે ઈન્દિરા નગરમાં રહેતી ૧૨ વર્ષીય કિશોરીના માતા પિતા દ્વારા તુર્ભેના એમઆઈડીસી પોલસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે અપહરણનો કેસ નોધીને વધુ તપાસ હાત ધરી હતી.

બાદમાં શોધખોળ વખતે પોલીસ અને પરિવારના સભ્યોને તેના ઘરથી ૧૦૦ મીટર દૂર જંગલ વિસ્તારમાંથી મધ્યરાત્રીના કિશોરી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, તબીબી તપાસ દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પથ્થર જેવી ભારે વસ્તુથી ચહેરા પર વાગવાથી તેનું મોત નીપજ્યુ ંહતું. આ બાદ પોલીસે ઘટનાસ્થળની આસપાસ સઘન તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન કિશોરીના ગુમ થયા બાદ તે જ વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષીય તરુણ પીડીતાનો મોબાઈલ ફોન આપવા માટે તેના ઘરે ગયો હતો. જેમાં તરુણે જણાવ્યું હતું કે તેને રસ્તા પરથી આ ફોન મળ્યો હતો. પોલીસે આ મામલે મોબાઈલ ફોનની ટેકનિકલ વિશ્લેષણ કરતા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા કિશોરી ૧૭ વર્ષીય તરુણ સાથે છેલ્લે જોવા મળી હતી. તેથી શંકાના આધારે પોલીસે ૧૭ વર્ષીય તરુણની અટકાયત કરી હતી.

આ બાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ગુનો કબૂલ્યો હતો અને જણાવ્યું હતું કે આરોપી કિશોરીને કથિત રીતે નિર્જન સ્થળે લઈ ગયો હતો અને અહીં સેલ્ફી લેવાના બહાને અડપલા કર્યા હતા. આ બાદ તરુણે કિશોરી પાસે અઘટીત માંગણી કરતા જાતીય અત્યાચારનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પીડીતાએ તેનો વિરોધ કરતા ગુસ્સે ભરાયેલા તરુણે મોટા પથ્થર વડે માર મારીને કિશોરીની હત્યા કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
