છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં સખત ગરમી પડી રહી છે. લોકલ ટ્રેનમાં ગિરદી, ધક્કામુક્કી અને પરેસેવે રેબઝેબ મુંબઈગરા હેરાન થઈ રહ્યા છે. આ હેરાનગતિથી પ્રવાસીઓનો છૂટકારો કરવા મધ્ય રેલવેએ તાજેતરમાં એસી લોકલની 14 ફેરીનો ઉમેરો કર્યો. હવે હાર્બર લાઈનમાં નવી એસી લોકલ દોડતી થશે. ચેન્નઈ ખાતેની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાંથી નવી એસી લોકલ મુંબઈ આવી પહોંચી છે. તેથી પ્રવાસીઓ હવે આરામદાયક પ્રવાસ કરી શકશે.
દેશની પ્રથમ એસી લોકલ પશ્ચિમ રેલવેમાં ડિસેમ્બર 2017માં દોડી હતી. એ પછી મધ્ય રેલવેએ જાન્યુઆરી 2020માં ટ્રાન્સહાર્બર લાઈનમાં થાણેથી પનવેલ દરમિયાન પ્રથમ એસી લોકલ શરૂ કરી. મધ્ય રેલવેની મેઈન લાઈનમાં ડિસેમ્બર 2020થી સીએસએમટીથી કલ્યાણ બીજી એસી લોકલ ચલાવવાની શરૂઆત કરી. જો કે તદ્દન મોળા પ્રતિસાદના કારણે ટ્રાન્સહાર્બર લાઈનની એસી લોકલ બંધ કરવામાં આવી હતી. હાર્બર લાઈનમાં એસી લોકલ ચલાવવાનું નિયોજન છે. તાજેતરમાં મધ્ય રેલવેના કાફલામાં એક એસી લોકલ દાખલ થઈ છે.

હાર્બરમાં એસી લોકલની 14 ફેરી?
હાર્બર લાઈનમાં સામાન્ય લોકલ ફેરી રદ કરીને એ સમયમાં એસી લોકલની ફેરી ચલાવવામાં આવશે. આ લાઈનમાં લગભગ એસી લોકલની 14 ફેરી ચલાવવાનું નિયોજન છે. એમાં સાત અપ અને સાત ડાઉન માર્ગ પર દોડશે. સીએસએમટી-પનવેલ, વાશી-વડાલા, વડાલા-પનવેલ, પનવેલ-સીએસએમટી ફેરીઓ દોડાવવાનું નિયોજન છે. સવારના ગિરદીના સમયે એક ફેરી અને સાંજે ગિરદીના સમયમાં બે ફેરી ચલાવવામાં આવશે. આ ફેરીઓ સોમવારથી શનિવાર ચલાવવામાં આવશે. રવિવાર અને જાહેર રજાના દિવસે એસીના બદલે સામાન્ય લોકલ ચલાવવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
