ભિવંડીમાં બે વાહનને આંતરી અંદાજે ૩.૬ લાખ રૂપિયાનું ૧,૮૦૦ કિલો ગૌમાંસ જપ્ત કરી પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. કોનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કાર્યવાહી દરમિયાન ગૌમાંસ લઈ જવાતું હતું તે બન્ને વાહન અને ૧.૭ લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ ગુરુવારની સવારે છ વાગ્યાની આસપાસ રાજનોલી નાકા ખાતે એક કાર અને એક ટેમ્પોમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું.

બે ડ્રાઈવર અર્શદ હિજાયતુલ્લા ખાન (૪૬) અને મોહમ્મદ નસીમ અયુબ અન્સારી (૩૭) તેમ જ મટન શૉપના માલિક સુભાન શફીક કુરેશી (૨૦)ની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ સૂચવે છે કે આરોપીઓ ગૌમાંસના ગેરકાયદે વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગૌમાંસના સપ્લાય નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. ફરાર આરોપીઓની શોધ ચલાવાઈ રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
