કાંદિવલી-બોરીવલી વચ્ચે રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરાવાનું હોવાથી બે દિવસમાં ૧૬૫ લોકલ ટ્રેનો રદ કરાશે
પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને બોરીવલીની વચ્ચે ૨૬-૪-૨૫ની શનિવારે બપોરના એક વાગ્યાથી ૨૭-૨-૨૫ના રવિવારે રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરાવાનું હોવાથી ૩૫ કલાકનો મોટો બ્લોક હાથ ધરવામાં આવશે.
કાંદિવલી-બોરીવલી વચ્ચે બ્રિજ નં. ૬૧માં રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરવામાં આવનાર છે. પાંચમી લાઇન, કારશેડ લાઇન અને કાંદિવલી ટ્રાફિક યાર્ડ લાઇન પર બ્લોકની અસર રહેશે. બ્લોક દરમિયાન પાંચમા લાઇનની પરાં વિસ્તારની ટ્રેનોની સેવા અને મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોની સેવાને ફાસ્ટલાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. અમુક મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોને અસર પોહંચશે, જ્યારે અમુક લોકલ ટ્રેનોને રદ કરવામાં આવશે અથવા તો તેના પર અસર પહોંચશે.

આ સિવાય લાંબા અંતરની ટ્રેનોમાં ટ્રેન નં. ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સ્પ્રેસને પચીસમી અને ૨૬મી એપ્રિલે વસઇ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સ્પ્રેસ ૨૭મી એપ્રિલ, ૨૦૨૫ના વસઇ સ્ટેશને શોર્ટ-ઓરિજિનેટ કરવામાં આવશે.
ટ્રેન નં. ૧૯૪૨૫ બોરીવલી-નંદુરબાર એક્સ્પ્રેસ ૨૬મી અને ૨૭મી એપ્રિલે ભાયંદર શોર્ટ-ઓરિજિનેટ કરવામાં આવશે. ટ્રેન નં. ૧૯૪૨૬ નંદુરબાર-બોરીવલી એક્સ્પ્રેસ ટ્રેનને ૨૬મી એપ્રિલે વસઇ રોડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
