ડોમ્બિવલીમાં તમામ રાજકીય પક્ષો અને વેપારી સંગઠનોના નેતૃત્વમાં શ્રીનગરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ સ્થાનિક રહેવાસીઓના મોત બાદ, ગુરુવારે શહેરવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરિણામે, શહેરભરમાં મોટા ભાગની દુકાનો અને ઓફિસો બંધ રહ્યા, ફક્ત હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહી હતી.

કાશ્મીરના પહેલગામ જિલ્લામાં એક લોકપ્રિય પર્યટન સ્થળ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 28 પ્રવાસીઓ માર્યા ગયા હતા, જેમાં મહારાષ્ટ્રના ડોમ્બિવલીના ત્રણ એકબીજાના સંબધી સંજય લેલે, હેમંત જોશી અને અતુલ મોનેનો સમાવેશ થાય છે.બુધવારે ત્રણેય પીડિતોના મૃતદેહ કાશ્મીરથી ડોમ્બિવલી લાવવામાં આવ્યા હતા. તેમના અંતિમસંસ્કાર મોડી રાત્રે કરવામાં આવ્યા, જેમાં હજારો લોકો હાજર રહ્યા. આ ઘટના બાદ, રાજકીય પક્ષો અને સ્થાનિક વેપારીઓએ વિરોધ અને શોકમાં ગુરુવારે શહેર બંધ રાખવાનો નિર્ણય લીધો. આ સમય દરમિયાન ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને લોકોને બંધમાં જોડાવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના છ લોકો માર્યા ગયા હતા, જેમાં ડોમ્બિવલીના ત્રણ પુરુષો સંજય લેલે, હેમંત જોશી અને અતુલ મોનેનો સમાવેશ થાય છે, જે બધા એકબીજાના સગા હતા. તેમના પાર્થિવ દેહ બુધવારે સાંજે ડોંબિવલીમાં લાવવામાં આવ્યા હતા.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
