કાળઝાળ ગરમીમાં લૂ થી બચવું હોય તો ડાયટમાં આ ડ્રિંક્સને સામેલ કરો. આ નેચરલ વસ્તુઓ શરીરને ઠંડક આપશે. આ વસ્તુઓમાં એવા પોષકતત્વો હોય છે જે શરીરને લૂ થી પણ બચાવે છે.
ઉનાળામાં કાળઝાળ ગરમી બેહાલ કરી નાખે છે. તડકો અને ગરમ હવાના પ્રકોપ વચ્ચે શરીરને અંદરથી ઠંડુ રાખવું પડકાર બની જાય છે. હિટ વેવની સ્થિતિમાં તો દર વર્ષે હજારો લોકો બીમાર પડી જાય છે. કેટલાક લોકો માટે હિટ સ્ટ્રોક જીવલેણ પણ સાબિત થાય છે. ગરમીની ઋતુમાં ફક્ત પાણી પીવાથી સ્વસ્થ રહી શકાતું નથી. શરીરને એવી વસ્તુઓની જરૂર પણ હોય છે જે ગરમીમાં પોષક તત્વ પણ આપે અને શરીરને ઠંડું કરે.

એટલા માટે જ કહેવાય છે કે ઉનાળો શરૂ થાય એટલે એવી વસ્તુઓ ખાવી પીવી જોઈએ જે શરીરને હાઇડ્રેટ રાખે અને લુ સામે લડવાની શક્તિ પણ આપે. શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે ઉનાળામાં કેટલીક વસ્તુઓ ખાવી જરૂરી છે. આજે તમને આ 5 જરૂરી વસ્તુ વિશે જણાવીએ જેને ઉનાળા માટે સુપર ફૂડ ગણી શકાય. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર ઠંડક અનુભવે છે અને લૂ પણ લાગતી નથી.
ઉનાળાના 5 સુપર ફૂડ
સત્તુ
સત્તુ ઉત્તર ભારતનું પારંપરિક ડ્રિંક છે પરંતુ આ વસ્તુ તમને દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. ગરમીની ઋતુમાં એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ચમચી સત્તુ, લીંબુનો રસ, સંચળ મિક્સ કરીને પી લેવાથી તુરંત એનર્જી મળે છે. સતુનું પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને પેટને પણ ઠંડા કાપે છે.
કાકડી
કાકડીમાં 95% સુધી પાણી હોય છે જે શરીરના તાપમાનને કંટ્રોલ કરે છે. રોજ સલાડ તરીકે ઉનાળામાં કાકડી ખાવી જોઈએ તેનાથી લુ લાગવાની શક્યતા ઘટી જાય છે.

તરબૂચ
તરબૂચ ઉનાળાનું લોકપ્રિય ફળ છે. તરબૂચ ખાવાથી શરીરની પાણીની ઉણપ દૂર થાય છે. સાથે જ તેના ઇલેક્ટ્રોલાઇટ શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે.
દહીં અને ફુદીનાનું રાયતું
દહીં પ્રોબાયોટિકથી ભરપૂર હોય છે અને ફુદીનો શરીરને ઠંડક આપે છે. દહીં અને ફુદીનાનું કોમ્બિનેશન પાચનને સુધારે છે અને લુ લાગવાથી પણ બચાવે છે.
નાળિયેર પાણી અને બીલાનું શરબત
ઉનાળા દરમિયાન નાળિયેર પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જળવાઈ રહે છે અને બીલાનું શરબત પાચનતંત્રને દુરસ્ત રાખે છે અને શરીરને ઠંડક આપે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
