શ્રી વલ્લભપીઠ વૈષ્ણવ સમાજ દ્વારા અખંડભુમંડલાચાર્ય શુદ્ધાદ્વૈત સાકરબ્રહ્મવદ પુષ્ટિમાર્ગ પ્રવર્તક જગદ્વારુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુનો પ્રાગટય મહોત્સવનું આયોજન ગુરુવાર તા.24-04-2025 ના રોજ કરવામાં આવેલ છે જે ઝવેર રોડ મુલુંડ વેસ્ટ ખાતે ધામધૂમથી મનાવવામાં આવશે. સમગ્ર મુલુંડ વૈષ્ણવ સમાજ પુષ્ટિ વૈષ્ણવોને આ પ્રસંગે અવશ્ય પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમની રૂપરેખા અનુસાર ગુરુવાર તા.24-04-2025 ના સાંજે 5.00 વાગ્યે વધાઈ ગીત, 5.30 ના હવેલી પરિક્રમા, શ્રી વલ્લભપીઠાધિશ્વર પૂ.પા. ગો. શ્રી રમેશકુમારજી મહારાજશ્રીના વચનામૃત, આશિર્વચન તથા કેસરનાંન 6.30 કલાકે, તેમજ પ્રસાદ વિતરણ સાંજે 7.30 કલાકે. સર્વે વૈષ્ણવોને લાભલેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે એમ સમિતિ સેવક દર્શનાબેન રાઠોડ, ભારવી ઠક્કર, રજનીકાંત પરીખ, મનસુખભાઈ મહેતાએ જણાવ્યું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
