મધ્ય રેલવેના મુખ્ય માર્ગ પરના કર્જત સ્ટેશનને નવી મુંબઈના પનવેલ સ્ટેશન સાથે જોડવા ન્યૂ પનવેલ-કર્જત ઉપનગરીય રેલવે પ્રકલ્પનું કામ ચાલુ છે.
એના માટે ચૌક પરિસરમાં રેલવે ફ્લાયઓવર ઊભો કરવા 80 મેટ્રીક ટન વજનનો એક એવા કુલ પાંચ આઈ આકારના ગર્ડરને સફળતાપૂર્વક ઊભા કરવાનું કામ પૂરું થયું હતું. તેથી પ્રકલ્પ પૂરો થવાની દિશામાં એક મહત્વનો તબક્કો પૂરો થયો છે. કુલ 2 હજાર 782 કરોડ રૂપિયાના રોકાણવાળા આ પ્રકલ્પને પૂરો કરવા માટે ડિસેમ્બર 2025ની સમયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. આ પ્રકલ્પ મુંબઈ રેલવે વિકાસ મહામંડળ દ્વારા એમયુટીપી-2 અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે.

ન્યૂ પનવેલથી કર્જતનો ઉપનગરીય માર્ગ બાંધવાનું 71 ટકા કામ અત્યાર સુધી પૂરું થયું છે. પાંચ ગર્ડર ઊભા કરવાનું ગુરુવારે મધરાતે 12.12 વાગ્યાથી શુક્રવારે સવારના 2.59 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ કામ માટે 700 મેટ્રીક ટન વજનની ક્ષમતાના બે ક્રેન, ત્રણ હાઈડ્રો ક્રેન, પોકલેન મશીન અને વૈકલ્પિક સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેડિકલ ઈમર્જન્સી માટે ડોકટરો સહિત એક મેડિકલ વેન તૈનાત રાખવામાં આવી હતી. ચૌક સ્ટેશનના રેલવે ફ્લાયઓવર માટે પાંચ ગર્ડર ઊભા કરવામાં આવ્યા. આ દરેક ગર્ડરનું વજન 80 મેટ્રીક ટન છે અને પાંચેયનું કુલ વજન 400 મેટ્રીક ટન છે. દરેક ગર્ડર લંબાઈ 48.3 મીટર અને પહોળાઈ 2.5 મીટર છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
