આ વખતે મતદાન અંગે મતદાતાઓમાં ખૂબ જાગૃતિ જોવા મળી હતી. મુલુંડ-વેસ્ટના તાંબેનગરમાં રહેતા ૮૭ વર્ષના પ્રવીણ શાહને રવિવારે અચાનક શ્રદ્ધા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડયા હતા. જોકે ગઈ કાલે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને ઉજાગર કરવા સ્પેશ્યલ કેસમાં હૉસ્પિટલમાંથી રજા લઈને વોટિંગ સેન્ટર પર જઈને મતદાન કર્યું હતું.
પ્રવીણભાઈએ આ અંગે કહ્યું હતું કે ‘લોકશાહીને મજબૂત બનાવવાની સાથોસાથ દેશને વધુ મજબૂત કરવા માટે મતદાન કરવું ખૂબ જરૂરી છે. એક વોટની પણ બહુ મોટી કિંમત હોય છે એ જોતાં મેં મંગળવારે સાંજે જ વોટ કરવા જવાનું નક્કી કરી લીધું હતું. શરૂઆતમાં પરિવારના સભ્યોએ ના પાડી હતી, પણ મારો નિર્ણય પાક્કો હતો એટલે ગઈ કાલે સવારે સિનિયર ડૉક્ટરોની પરમિશન લઈ મારા દીકરા સાથે હું વોટ કરવા એમસીસી કૉલેજના મતદાન-કેન્દ્ર સુધી ગયો હતો. મત આપીને દીકરા સાથે પાછો હું હૉસ્પિટલમાં પહોંચી ગયો હતો.’
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw