મુંબઈના સેન્ટ્રલ ઉપનગરોના પ્રવેશદ્વાર તરીકે જાણીતું મુલુંડ, હવે ‘મુંબઈના સેન્ટ્રલ ગેટવે’ તરીકેની એક નવી ઓળખ ધારણ કરી રહ્યું છે. એક એવું સ્થળ જે શહેરના વિકસી રહેલા રિયલ એસ્ટેટની ગાથામાં ટ્રાન્ઝિશન, ટ્રાન્સફોર્મેશન અને ટાઇમ એટલે કે સંક્રમણ, પરિવર્તન અને સમયનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. શહેરનું ઉત્તર દિશા તરફ વિસ્તરણ થઈ રહ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવતી ગતિ સીમા ઓળંગી રહી છે ત્યારે મુલુંડની યાત્રા વ્યૂહાત્મક શહેરી ઉત્ક્રાંતિનું પ્રતીક છે.
આ પરિવર્તન મેટ્રો લાઇન 4 (વડાલા-કાસરવડાવલી), મેટ્રો લાઇન 5 (થાણે-કલ્યાણ), આગામી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (GMLR) અને સુધારેલ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે લિંકેજ જેવા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ સાથે સુસંગત રીતે સમયસર થઈ રહ્યું છે. મુલુંડ હવે ફક્ત એક ઉપનગર નથી રહ્યું પરંતુ BKC, થાણે, નવી મુંબઈ તેમજ પશ્ચિમી ઉપનગરો સાથે એક વ્યૂહાત્મક જોડાણકર્તા બની ગયું છે.

સુગી ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર નિશાંત દેશમુખે જણાવ્યું હતું કે, “મુલુંડ મુંબઈના સૌથી વ્યૂહાત્મક રીતે સ્થિત અને ઝડપથી પરિવર્તનના સાક્ષી બની રહેલાં ઉપનગરોમાંથી એક તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર વચ્ચે પરફેક્ટ જગ્યાએ આવેલા આ ઉપનગરમાં સમય, સ્થાન અને ગતિનો એક દુર્લભ સંગમ છે જેને મજબૂત સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિર્બાધ મેટ્રો કનેક્ટિવિટીના વચનનું પીઠબળ પ્રાપ્ત થયું છે. આજે, મધ્યમ આવક ધરાવનારા લોકો અને પ્રીમિયમ ઘર ખરીદનારા લોકો બંને માટે તે એક પસંદગીનું સ્થળ છે.”
ધ વાધવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર નવીન માખીજાએ કહ્યું હતું કે, “મુલુંડ એક મજબૂત લક્ઝરી માઇક્રો-માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે જેમાં ફક્ત ઘરો જ નહીં પરંતુ સર્વાંગી લાઇફસ્ટાઇલ મળી આવે છે.
હરિયાળી અને મજબૂત કનેક્ટિવિટી વચ્ચે મોકળાશ ધરાવતા, પ્રીમિયમ રહેઠાણોની વધી રહેલી માંગ સાથે, મુલુંડમાં જમીનના મોટા પ્લોટ હોવાથી તમામ વય જૂથના લોકો માટે અનેક સુવિધાઓ સાથે રહેવાલાયક સમુદાયની ગ્રાહકો દ્વારા માંગ શક્ય બની છે. મુલુંડ સમજદાર ખરીદદારો માટે બધા જ વિકલ્પો પૂરા પાડે છે.”પરફેક્ટ ક્રોસરોડ્સ પર ઊભું છે

મુલુંડ આજે અતિતના વારસા અને ભવિષ્યની સંભાવનાના પરફેક્ટ ક્રોસરોડ્સ પર ઉભું છે – જ્યાં સંક્રમણનું પરિવર્તન સાથે મિલન થાય છે અને સમય સાકાર પરિણામો આપે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
