બુધવારે સવારના એક્ટિવા સ્કૂટર પર પરેલ જવા નીકળેલા પ્રભાદેવીના 40 વર્ષના કચ્છીએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. એલ્ફિન્સ્ટન બ્રિજ પર સ્કૂટર સ્લીપ થવાથી પાછળ બેઠેલા જીગર દિલીપભાઇ ગાલાને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
કચ્છના લાકડીયાના અને પ્રભાદેવીમાં વી. એસ. રોડ પર ગેમન ઇન્ડિયાની સામે આવેલી ભીખુ બિલ્ડિંગમાં રહેતા અને સ્ટેશનરીનો વ્યવસાય ધરાવતા દિલીપભાઇ ગાલા (69)નો પુત્ર જીગર બુધવારે વહેલી સવારે તેના પિતરાઇ ભાવિન સાથે કામ નિમિત્તે પરેલ જવા માટે એક્ટિવા સ્કૂટર પર નીકળ્યો હતો.

ભાવિન સ્કૂટર ચલાવી રહ્યો હતો, જ્યારે જીગર પાછળ બેઠો હતો. તેઓ સ્કૂટર પર એલ્ફિન્સ્ટન બ્રિજ પર પહોંચ્યા ત્યારે તેમનું સ્કૂટર અચાનક સ્લીપ થતાં બંને જણ રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં જીગરના માથામાં ગંભીર ઇજા થઇ હતી.
ઘાયલ જીગરને તાત્કાલિક કેઇએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સવારે 7.40 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. જીગરના મૃત્યુથી તેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. જીગર પરિણીત હતો અને પિતાને વ્યવસાયમાં મદદ કરતો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
