મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ થાણે-ભિવંડી-કલ્યાણની મુંબઈ મેટ્રો-ફાઇવના પ્રથમ તબક્કાના કામ હેઠળ મધ્ય રેલવેના વસઇ-દિવા માર્ગ પર અંજુરફાટા, ભિવંડી ખાતે ૬૫ મીટર લાંબા ‘ઓપન વેબ ગર્ડર’ (ઓડબ્લ્યુજી) સફળતાપૂર્વક બેસાડવાની મહત્ત્વની કામગીરી પાર પાડી છે.
એમએમઆરડીએ દ્વારા આ કામ ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. લોકોની અવરજવરનો મોટો માર્ગ, રેલવેનો માર્ગ એવા પડકારોને મહાત આપીને વીસ મીટર ઊંચાઇ અને ૪૫૬ મેટ્રિક ટન વજનનો ગર્ડર બેસાડવાનું કામ સમયસર પૂર્ણ કર્યું છે. આ એક ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ સિદ્ધિ છે. આ કામ માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો હતો.

મધ્ય રેલવે અને ટ્રાફિક પોલીસના સમન્વયને કારણે આ કામ શક્ય બન્યું હતું. મેટ્રોના ગર્ડર પી૩૨૮-પી૩૨૯ દરમિયાન બેસાડવામાં આવ્યા છે. આ મહત્ત્વનું કામ પૂર્ણ થવાને કારણે મેટ્રો-ફાઇવના આગળના કામને ગતિ મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
