ક્રિકેટર કેએલ રાહુલ (KL RAHUL) અને તેના સસરા તથા બૉલીવૂડ-અભિનેતા સુનીલ શેટ્ટી (SUNIL SHETTY)એ થાણે (THANE) (પશ્ચિમ)ના ઓવાળે વિસ્તારમાં 9.75 કરોડ રૂપિયાની કિંમતે કુલ સાત એકર (7 ACRE) જમીન ખરીદી છે.
એક અખબારી અહેવાલ મુજબ સ્ક્વેર યાર્ડ્સને મળેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું હતું.
જમીનનો આ ટુકડો 30 એકર અને 17 ગુંઠાનો એક હિસ્સો છે.

રાહુલ-સુનીલ શેટ્ટીએ જે જમીન ખરીદી છે એ માટે તેમણે કુલ 68.96 લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યૂટી ભરી છે.
આ જમીનને લગતો સોદો ગયા મહિનાની 20મી તારીખે પાર પાડવામાં આવ્યો હતો. દરિયા નજીકના આ વિસ્તારમાં ખરીદેલી જમીન પહેલાં રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટીએ બાંદ્રના પાલી હિલ વિસ્તારમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે અપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.ગયા મહિને 24મી માર્ચે આથિયાએ બાળકીને જન્મ આપ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
