કિડનીનું સ્વાસ્થ્ય સારું રહે અને કિડની ક્યારેય ખરાબ ન થાય તે માટે સવારે આ 3 આદતો અપનાવવી જોઈએ. આ 3 આદતો કિડનીને આજીવન સ્વસ્થ રાખે છે.
કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. કિડની રક્તને સાફ કરે છે અને શરીરની ગંદકીને બહાર કાઢે છે. કિડની શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે. પરંતુ આજની ખરાબ લાઈફ સ્ટાઇલ અને ખરાબ આહારના કારણે કિડની સંબંધિત બીમારીઓ વધતી જાય છે.
ખાસ કરીને ગરમીના દિવસોમાં લોકોને કેટલી સંબંધિત સમસ્યાઓ વધારે પરેશાન કરે છે. આ સ્થિતિમાં કિડનીનું ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. કિડની સંબંધિત સમસ્યાઓથી બચવું હોય અને કિડનીને આજીવન સ્વસ્થ રાખવી હોય તો સવારે જાગીને કેટલી આદતોને અપનાવી જોઈએ. આ આદતો અપનાવવાથી કિડની લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. જો સવારે આ 3 કામ કરી લેવામાં આવે તો કિડની હેલ્ધી રહે છે.

સવારે હુંફાળું પાણી પીવું
સવારે ખાલી પેટ એક અથવા તો બે ગ્લાસ હુંફાળું પાણી પીવું ફાયદાકારક રહે છે. સવારે હુંફાળું પાણી પીવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને યુરિન મારફતે શરીરનો કચરો બહાર કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. તમે ઈચ્છો તો હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી શકો છો.
સ્ટ્રેચિંગ અથવા યોગાસન
સવારે નિયમિત રીતે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ જેથી બ્લડ સર્ક્યુલેશન સુધરે. કિડની સુધી પર્યાપ્ત માત્રમાં ઓક્સિજન અને પોષણ પહોંચે છે. કિડની માટે ભુજંગાસન, પવનમુક્તાસન કે કપાલભાતિ જેવા સરળ યોગ પણ કરી શકાય છે. યોગ અને સ્ટ્રેચિંગ જેવી એક્સરસાઇઝ કરવાથી શરીર એક્ટિવ અને એનર્જેટિક રહે છે.

હેલ્ધી નાસ્તો કરો
કિડનીનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. નાસ્તામાં હાઈ સોલ્ટ, પ્રોસેસ ફૂડ કે પ્રોટીન ખાવાથી બચવું જોઈએ. સવારના સમયે ઓટ્સ, ફળ, ફણગાવેલા અનાજ કે હળવો નાસ્તો કરવો જોઈએ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
