ઘણાં સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે મુલુન્ડ (વે)માં મનપા સંચાલિત એમ.ટી. અગ્રવાલ હોસ્પિટલ પુનઃ વિકાસ પછીની ઉદ્ઘાટનની તારીખ ફરી એક વખત ચૂકી ગઈ છે જેના કારણે પૂર્વીય ઉપનગરોના રહેવાસીઓને મર્યાદિત પબ્લિક હેલ્થકેર મળી રહી હોવાથી તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે. હોસ્પિટલના બાંધકામ દરમ્યાન હોસ્પિટલને મુલુન્ડમાં લગભગ એક કિમી દૂર બે અલગ-અલગ પરિસરમાં અસ્થાયીરૂપે વિભાજીત કરવામાં આવી હતી, જેને કારણે વૃદ્ધો અને ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે પરિક્ષણો અને સારવાર માટે બે અલગ અલગ જગ્યાએ ભાગદોડ કરવી પડે છે.

મનપાએ માર્ચ ૨૦૨૫ સુધી હોસ્પિટલનું કામ પૂરું થઈ જવાનું લક્ષ્ય રાખ્યું હતું, જોકે હજુ સુધી તેમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાના બાકી છે. મનપા અધિકારીના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં સિવીલ વર્ક પૂરું થઈ ગયું છે જ્યારે ઈલેક્ટ્રિકલ કાર્યો હજુ બાકી છે જેને પૂર્ણ કરવામાં હજુ બે મહિનાનો સમય લાગશે. પૂર્વીય ઉપનગરના ખાસ કરીને મુલુન્ડ, નાહુર, ભાંડુપ, કાંજુરમાર્ગ, વિક્રોલી સહિતના અન્ય વિસ્તારોના અનેક દર્દીઓને ગંભીર સમસ્યાઓ માટે ખાનગી હોસ્પિટલો અથવા દૂરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ભાગદોડ કરવી પડે છે. તેમાં પણ જરૂરિયાતમંદ દર્દીઓને ખાનગી હોસ્પિટલોના જંગી બિલો પરવડતા નથી પરંતુ હેલ્થની નાજુક સ્થિતિને પરિણામે ખાનગી હોસ્પિટલોના ચક્કરો કાપવા સિવાય કોઈ પર્યાય રહેતો નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
