જો તમે આળસ દૂર કરવા માટે દરરોજ ચા પીવો છો, તો આ ફાયદો તમે કોફીમાંથી પણ લઈ શકો છો. સાથે તેને પીવાથી ઘણી ખતરનાક બીમારીઓથી બચાવ થાય છે.
વિશ્વમાં સૌથી વધુ લોકો કોફીનું સેવન કરે છે, પરંતુ ભારતમાં ચાની દીવાનગી છે. તેમાં કોઈ બેમત નથી કે ચા આળસને તત્કાલ ભગાડવામાં ઉપયોગી છે, મૂડને ફ્રેશ રાખે છે. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે કોફીના મુકાબલે ઓછી ફાયદાકારક છે, ખાસ કરી જે રીતે તેને ભારતીય ઘરોમાં દૂધ અને ખાંડની સાથે તૈયાર કરવામાં આવે છે.
જો તમે દિવસમાં 3 કપ ચા દૂધ સાથે પીઓ છો, તો તેનાથી સ્થૂળતા, ખીલ, પાચનની સમસ્યાઓ, ચિંતા, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ જેવા જૂના રોગોનું જોખમ વધી શકે છે. પરંતુ કોફી સાથે આવું બિલકુલ નથી.
કોફીના ફાયદા
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના રિપોર્ટ અનુસાર દિવસમાં ત્રણવાર કોફી પીવી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેમાં આળસથી છુટકારાથી લઈને હાર્ટ ડિજીસ જેવી ઘણી ખતરનાક બીમારીઓથી બચાવ સામેલ છે.
એનસીબીઆઈના રિપોર્ટ અનુસાર કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હો છે, જે શરીરમાં કેન્સર કોશિકાઓનો વિકાસ રોકવામાં મદદ કરે છે. ખાસ કરી લિવર કેન્સર અને કોલન કેન્સરના જોખમને ઘટાડવામાં કોફી સહાયક હોય છે.
ડાયાબિટીસનો ખતરો ઓછો
કોફી પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો પણ ઓછો રહે છે. તે ઇંસુલિન સંવેદનશીલતાને વધારે છે, જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
ફેટી લિવર નથી થતું
ફેટી લિવરમાં કોફી પીવાથી સોજા સહિત તેના લક્ષમ ઓછા થાય છે. તેથી હેપેટાઇટિશ દર્દીને દૂધ વગરની કોફી પીવાની સલાહ આપવામાં આવે છે.
હ્રદય રોગ
ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે નિયમિત રૂપથી કોફી પીવાથી હાર્ટના રોગનું જોખમ ઓછું થાય છે. પરંતુ તે માટે જરૂરી છે કે તમે ફિલ્ટર કોફી પીવો, કારણ કે અનફિલ્ટર અને એક્સપ્રેસોમાં ડાયટેરપીનસની માત્રા વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારવા માટે જાણીતું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw