મહાયુતિ સરકાર કોઈ પણ યુવાઓના ભવિષ્ય સાથે રમત થવા નહીં દેશે. આને ધ્યાનમાં રાખીને હાલમાં જ મહારાષ્ટ્ર પ્રાઈવેટ પ્લેસમેન્ટ એજન્સી (વિનિયમન) બિલ 2025 મંજૂર કરાયું છે. આથી હવે જો કોઈ ખાનગી પ્લેસમેન્ટ એજન્સી નોંધણી કરાવ્યા વિના કામ કરશે તો રૂ. 1 લાખનો દંડ અને ત્રણ વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત તેની નોંધણી પણ રદ થઈ શકે છે, એમ શનિવારે કૌશલ વિકાસ, રોજગાર, ઉદ્યમિતા અને નવાચાર મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પત્રકારો સાથે અનૌપચારિક ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.
મહાયુતિ સરકાર દરેક યુવાઓને સુરક્ષિત રોજગાર અપાવવાની દિશામાં કામ કરી રહી છે. ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ થકી યુવાનો સાથે વધતી ઠગાઈની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ બિલમાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે. ઉપરાંત ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓએ હવે દરેક પાંચ વર્ષે પોતાની નોંધણીનું નવીનીકરણ કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર ભારતની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે દેશના સકલ ઘરેલુ ઉત્પાદમં 14 ટકા, એટલે કે, 35.27 લાખ કરોડનું યોગદાન આપે છે. રાજ્યની અર્થવ્યવસ્થાને વર્ષ 2028 સુધી એક ટ્રિલિયન ડોલર બનાવવાનું લક્ષ્ય છે. તે માટે કૌશલ વિકાસ, રોજગાર, ઉદ્યમિતા અને નવાચાર વિભાગ આશરે 1500થી વધુ ઉદ્યોગો અને 2 લાખથી વધુ પ્રશિક્ષકોને જોડીને કૌશલ્ય આવશ્યકતા વિશ્લેષણ સર્વેક્ષણ કર્યું છે, જેથી મહારાષ્ટ્ર કૌશલ્ય અંતરને દૂર કરવા માટે તૈયાર છે અને પોતાના ઉદ્યોગો અને ઉદ્યમોનો પાયો પણ મજબૂત કરી શકશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
