થાણેમાં હાઉસિંગ સોસાયટીના પરિસરમાં ઝાડ સાથે લટકેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ પોલીસને રવિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ થઈ હતી. થાણેના અલ્મેડા રોડ પરની ગોલ્ડન હાઉસ સોસાયટી પરિસરમાં આવેલા વૃક્ષ પર લટકેલા મહિલાના મૃતદેહ પર એક રહેવાસીની નજર પડી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
