મલાડ (વે)માં એડવાન્સ પલાઝો બિલ્ડિંગમાં મધરાતે સ્પાઈડરમેનની જેમ ઈમારત પર ચઢી એક ફલેટમાંથી ૩૬.૪૦ લાખના સોના અને હીરાના દાગીનાની ચોરી કરનાર આરોપીને મલાડ પોલીસે ફક્ત ૧૨ કલાકમાં પકડી પાડયો હતો. પોલીસે પકડેલા આરોપીનું નામ સંતોષ સુરેશ ચૌધરી ઉર્ફે વૈતુ (૨૩) છે.
મલાડ પોલીસે સીસીટીવી ફૂટેજ તથા બાતમીના આધારે રીઢા તસ્કરને ૧૨ કલાકમાં જ પકડી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો
વૈતુ એક રીઢો ચોર છે અને તેના નામ પર ચોરીના ૩૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર ૧૦ એપ્રિલના રોજ મલાડ પોલીસ મથકની હદમાં આવતા રામબાગ લેનન ી એડવાન્સ પલાઝો બિલ્ડીંગમાં સ્પાઈડરમેનની જેમ ચડી એક અજાણ્યા ચોરટાએ ઘરફોડી કરી હોવાની ફરિયાદ અહીં રહેતા એક વ્યક્તિએ કરી હતી. ચોરે તેમના ઘરેથી ૩૭ લાખ રૃપિયાના સોના તેમજ હીરાના દાગીના ચોરયા હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.

આ બાબતે મલાડ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ઘરફોડીના ગુનાની નોંધ કરવામાં આવી હતી. આ ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસની એક ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ ૧૦૦થી વધુ સીસીટીવીના ફૂટેજ અને ટેકનિકલ વિશ્લેષણ તેમજ એઆઈની મદદથી આરોપીનો ફોટો તૈયાર કર્યો હતો. આ ફોટો જોઈને પોલીસે વૈતુને ઓળખી ગયા હતા. આરોપી જોગેશ્વરી રેલવે સ્ટેશનના ટ્રેકને અડીને આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેતો હોવાની જાણ પોલીસને થઈ હતી.
પોલીસે ત્યારબાદ વધુ માહિતી મેળવી વૈતુને પકડી પાડવા જાળ બીછાવી હતી. પોલીસે ત્યારબાદ રેલવે ટ્રેક પર એક કિ.મી. સુધી ફિલ્મી સ્ટાઈલમાં આરોપીનો પીછો કરી તેને પકડી પાડયો હતો. ત્યારબાદ પોલીસે તેના પાસેથી ચોરીના તમામ રૃા.૩૬.૪૦ લાખની કિંમતના સોના અને હીરાના દાગીના આરોપી પાસેથી જપ્ત કરી ફક્ત ૧૨ કલાકમાં કેસ ઉકેલી નાંખ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
