ભાજપા નેતા કિરીટ સોમૈયાને એક વિડીયો મેસેજ દ્વારા ખુલ્લી ધમકી આપનારા યુસુફ અન્સારી નામના શખ્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મુંબઈ ભાજપા નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ સોમવારે સાંજે સ્પે. કમિશ્નર ઓફ પોલીસ દેવેન ભારતીને મળીને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું હતું.

ભાજપા નેતા કિરીટ સોમૈયાએ વિવિધ મસ્જીદોમાં લાગેલા ગેરકાયદે લાઉડ સ્પીકર બંધ કરાવવા શરૂ કરેલી મોહિમ વિરૂદ્ધ આ વિડિયો મેસેજમાં યુસુફ અન્સારીએ કિરીટ સોમૈયાને ઘરમાં ઘૂસીને મારવાની ખુલ્લી ધમકી આપી છે. મુલુન્ડના વિધાનસભ્ય મિહિર કોટેચાની આગેવાનીમાં દેવેન ભારતીને મળેલા પ્રતિનિધિ મંડળમાં વિધાનસભ્ય તમિલ સેલવન, માજી વિધાનસભ્ય સુનિલ રાણે, મા. નગરસેવક પ્રભાકર શિંદે, વિનોદ મિશ્રા, શ્રીમતી હર્ષિતા નાર્વેકર અને દીપક દળવીનો સમાવેશ થતો હતો.
આ મામલે તુરંત કાર્યવાહી કરવાની દેવેન ભારતીએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
