ગયા વર્ષે વૃદ્ધિ અને મંદીના સંમિશ્રણથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, આ બજારનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હાઉસિંગ સેગમેન્ટમાં કિફાયતીપણું અને કિંમતને મોરચે નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને જમીન અને બાંધકામ ખર્ચ વધ્યો છે. મોંઘવારી અને કાચા માલોનો ખર્ચ, નિયામક ફેરફાર અને અભિમુખતા સહિતનાં અનેક કારણો ભારતમાં નિવાસી રિયલ એસ્ટેટ બજારને પ્રભાવિત કરી રહ્યા છે, એમ એનએઆર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અમિત ચોપરાએ જણાવ્યું હતું.
ઝડપી શહેરીકરણને કારણે મોકાના સ્થળે જમીનની અછત સર્જાઈ છે, જેને કારણે જમીના ભાવો ઊંચકાયા છે. નિવાસી ક્ષેત્ર પર તેની અનેકગણી અસર થઈને પ્રાઈસ સેગમેન્ટેશન અને વૃદ્ધિના પ્રવાહ જેવાં બજારનાં વિવિધ પાસાં પર પ્રભાવ પડ્યો છે અને ખરીદદારોની અગ્રતા બદલાઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw