દહિસર પૂર્વના આનંદનગરમાં છ.પ.શિ. ફ્લાયઓવર પાસેના મેટ્રો આનંદનગર સ્ટેશનના પોલ ક્રમાંક 2 A, 44 UP પર 40 ફૂટની ઊંચાઈ પર એક બિલાડી પાટા નીચેના રેક્સની નીચેની બાજુએ ફસાઇ ગઈ હતી.
બિલાડી દિવસ દરમિયાન કોઈને દેખાતી નહોતી, પણ તે ભૂખને લીધે રાત્રે અવાજ કરવા લાગી ત્યારે બાજુની સોસાયટીના લોકોના ધ્યાનમાં આવી હતી. અવાજ સાંભળતાં જ ગુરુવારે રાત્રે કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
જોકે તેઓ આવ્યા પછી બિલાડી થોડા કલાકો સુધી નહીં દેખાતા તેઓ કોઈ નિર્ણય લઈ શક્યા નહોતા.શુક્રવારે રાત્રે બિલાડી ફરી દેખાઈ આવતાં સ્થાનિક સામાજિક કાર્યકર રાજેશ પંડ્યાએ રાત્રે 10 વાગ્યે મેટ્રો રેલવે સ્ટેશનના અધિકારી સૂર્યકાંત હનવટેનો ફોન પર સંપર્ક કરી માહિતી આપી. તેમણે કહ્યું કે મેટ્રોની પેસેન્જર્સ સેવા ચાલુ હોવાથી 25,000 હાઈ વોલ્ટેજ પાવર લાઇન પર કામ કરવું શકય નથી, પરંતુ જ્યારે ઈલેક્ટ્રિક સપલાઈ બંધ થાય ત્યારે મધ્યરાત પછી તે કામ કરી શકાશે. ત્યાર બાદ રાજેશ પંડ્યા અને વિવેક નિચાણીએ ફાયર બ્રિગેડનો સંપર્ક કરી જાણકારી આપી હતી.

જવાનોએ મધરાત્રે લગભગ 12 વાગ્યે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને એક ટીમ મેટ્રોના અધિકારીઓની સૂચનાની રાહ જોતા તૈયાર રાખી હતી. ફાયરબ્રિગેડના અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાણી જીવદયા સેવાના કામ કરતા સ્થાનિક યુવાનો હાથમાં ચાદર પકડીને પોલની નીચે ઊભા હતા. ઘટનાસ્થળે એક એમ્બ્યુલન્સ પણ હાજર હતી.આ રીતે જવાનોએ બિલાડીને બચાવી : દહિસર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને મેટ્રો સુરક્ષા ગાર્ડ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ દ્રશ્યને નિહાળવા માટે લોકોની ભીડ ઊમટી પડી હતી.
મોડી રાત્રે મેટ્રો સ્ટેશનની ઈલેક્ટ્રિક સપલાઈ બંધ થતાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ મેટ્રો સ્ટેશન પરથી સ્ટાફ સાથે પાટા પર ચાલીને આ પોલ સુધી પહોંચીને પાટાના સાઈડની સલામતીની દીવાલ પરથી નીચે ઊતર્યા હતા.

બિલાડી ઊંચા પોલ પર કેવી રીત પહોંચી?
ખૂબ જ મહેનત પછી રાત્રે પોણા બે વાગ્યે તેઓ થાંભલા પર અટવાયેલી બિલાડીને હૂકવાળી લાકડી વડે પકડીને હાથમાં સુરક્ષિત રીતે નીચે લઇ આવ્યા હતા. નીચે લાવી તેને પાણી અને દૂધ અપાયું હતું. બે કલાકની જહેમત બાદ બચાવ કામગીરી પૂરી થઈ હતી. બિલાડી આ ઊંચા પોલ પર કેવી રીતે પહોંચી તે પ્રશ્ન ઊભો થયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
